અમદાવાદમાં ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસ 47 ટકા વધ્યા, શહેરમાં ગુનાખોરી મામલે અધિકારીઓની બેઠક યોજાઈ હતી-Cases of cheating betrayal and fraud increased by 47 percent in Ahmedabad | અમદાવાદ


Last Updated:

અમદાવાદમાં આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગુનાખોરીને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્ય ગુનાઓની સરખામણીએ શહેરમાં ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

ગુનાખોરીને લઈ અમદાવાદમાં અધિકારીઓની બેઠક યોજાઈ
ગુનાખોરીને લઈ અમદાવાદમાં અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદ: આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે ચર્ચા થઈ. શહેરમાં વધી રહેલ સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની સમસ્યા પર કોન્ફરન્સમાં ભાર મુકાયો. વધતી ગુનાખોરીને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની એક્શન પ્લાન પર મંથન થયું. આ ઉપરાંત CCTV કેમેરાના યાદીના પ્રોજેક્ટ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

સીસીટીવી કેમેરાના કારણે ડિટેક્શન રેટમાં વધારો થયો હોવાનું આ કોન્ફરન્સમાં સામે આવ્યું. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે પાછલા ત્રણ વર્ષમાં શરીર સંબંધી ગુના, હત્યા, મારામારી કેસ 21.3 ટકા ઘટ્યા જ્યારે મિલકત સંબંધી ગુના 32.5 ટકા ઘટાડો થયો. જો કે ઠગાઈ, વિશ્વાસઘાત, છેતરપિંડીના કિસ્સામાં 47 ટકાનો વધારો થયો હોવાનો સ્વીકાર પણ તંત્ર દ્વારા કરાયો.

આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા. ક્રાઇમ કોન્ફરન્સમાં છેલ્લા ત્રણ વર્ષ-2023, 2024, 2025માં બનેલા ગુનાઓની તુલના અનુસાર-2025માં બનેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત CCTV કેમેરાના યાદીના પ્રોજેક્ટ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ક્રાઇમ કોન્ફરન્સમાં સાઇબર ક્રાઇમ તથા ટ્રાફિકની સમસ્યા પર ભાર મુકાયો હતો. મુખ્ય ગુનાઓ વિશે વાત કરવામાં આવે તો વર્ષ-2023માં 12292, વર્ષ-24માં 10074 અને વર્ષ 25માં ઘટીને 9557 ગુનેગાર નોંધાયા. આમ મુખ્ય ગુનાઓમાં 21.85 ટકાનો ઘટાડો જોવા મળ્યો. શરીર સંબંધી ગુનાઓ જેવા કે હત્યા અને હત્યાનો પ્રયાસ, મારામારી, રાયોટિંગ જેવા ગુના 23માં 2167, 2024માં 1925 હતા અને 2025 ઘટીને 1705 થયા છે. આમ શરીર સંબંધી ગુનાઓમાં આજ વર્ષમાં 21.35 % ઘટાડો જોવા મળ્યો.

મિલકત સંબંધી ગુનાઓ જેવા કે, ધાડ ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય પ્રકારની ચોરીઓ મિલકત સંબંધી ગુનાઓ વર્ષ 2023માં 5622 હતા, જે વર્ષ 24માં 4278 થયેલ અને વર્ષ 25માં ઘટીને 3807 નોંધાયેલ છે. આમ, મિલકત સંબંધી ગુનાઓમાં પણ આજ વર્ષમાં 32.82% ઘટાડો જોવા મળે છે. મહિલા લગતા ગુનાઓની વાત કરવામાં આવે તો વર્ષ: 23માં 626 હતા, વર્ષ: 24માં 490 હતા જે વર્ષ: 25માં ઘટીને 441 થયેલ છે. આમ, મહિલા લગતા ગુનાઓમાં પણ 27.96% ઘટાડો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઠગાઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં વધારો થયો છે. વર્ષ 2023માં 511, વર્ષ 2024માં 656 અને વર્ષ 2025માં 753 ગુના દાખલ થયા જેમાં 47 ટકાનો વધારો છે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી 2026 સુધીમાં લોકભાગીદારીથી 25176 સીસીટીવી લગાડવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના કારણે ડિટેક્શન રેટમાં વધારો થયો છે. સીસીટીવીના પગલે ત્રણ વર્ષમાં ડિટેક્શન 6.98 ટકા ડિટેક્શન વધ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *