અમદાવાદ: એરપોર્ટ ફ્યુઅલ બ્રાઉઝર બહાર નીકળ્યું અને સિક્યુરિટીને ખબર જ ન હતી, ડીઝલ ચોરીનો આ ઘટના જાણી ચોંકી જશો-Shocking incident of diesel theft by taking out fuel browser from Ahmedabad airport | અમદાવાદ


Last Updated:

અમદાવાદમાં એરપોર્ટ પરથી ફ્યુઅલ બ્રાઉઝરને બહાર લઈ જઈને ડીઝલ ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે ફ્યુઅલ બ્રાઉઝરને બહાર લઈ જવામાં આવ્યું અને એરપોર્ટ સિક્યોરિટીને આ વાતની જાણ જ ન હતી.

ડિઝલ ચોરીની ચોંકાવનારી ઘટના
ડિઝલ ચોરીની ચોંકાવનારી ઘટના

અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટીની સિક્યોરિટીમાં ચેડાં થયા હોવાનો ખુલાસો થયો છે. સિક્યોરિટી સાથે ચેડાં કરીને એક શખ્સ ફ્યુઅલ બ્રાઉઝરની ગાડી બારોબાર એરપોર્ટમાંથી બહાર લઈને આવી ગયો અને એરપોર્ટ ઓથોરિટીને ખબર પણ ન પડી. આ ઉપરાંત ફ્યુઅલ બ્રાઉઝરની સ્પેશિયલ ગાડીને હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઊભી રાખીને તેમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતું હતું. ઝોન-4 એલસીબી સ્કવોડની સતર્કતાએ સમગ્ર મામલો બહાર આવ્યો અને ફ્યુઅલ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્લેન સિવાયના અન્ય વાહનોમાં ભરવામાં આવતા ડીઝલ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. એરપોર્ટ ઓથોરિટી વિભાગ દ્વારા ફ્યુઅલ બ્રાઉઝર થકી જ ડીઝલ પૂરવાનો નિયમ રહેલો છે. આ ઉપરાંત આ ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની હદમાંથી બહાર લઈ જવા માટે પણ ચોક્કસ નિયમો અને તેની જોગવાઈ છે જેમાં સિક્યોરિટી ઓફિસર સાથે રહેતો હોય છે.

અત્રે નોંધનીય છે કે ઝોન-4 એલસીબી સ્કવોડના પીએસઆઈ સંદીપ પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની કામગીરી માટે વપરાતા સાધનોમાં જે ફ્યુઅલ બ્રાઉઝર મારફતે જે ડીઝલ ભરવામાં આવે છે તે ફ્યુઅલ બ્રાઉઝર હાલ હાંસોલ નજીક રણમુક્તેશ્વર  ચાર રસ્તા પાસે ઊભું છે અને હાલમાં પણ તેમાંથી ડીઝલની ચોરી થઈ રહી છે. આથી પીએસઆઈ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને ફ્યુઅલ બ્રાઉઝરમાંથી ડીઝલની ચોરી કરી રહેલા ભરતભાઈ પટણી અને કલ્પેશ પટણીની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ભરત પટણી ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની બહાર લઈને આવ્યો હતો. ત્યારે હાલ બંને આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પણ આ રીતે ચોરી કરતા ગેંગની ઝોન 4 lcb એ ધરપકડ કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *