અમદાવાદ સ્ટેડિયમ પાસે બ્લૂ જર્સીમાં ચાહકોનું ઘોડાપૂર, VIDEO:સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિકની ત્રિપુટી બનાવશે IND vs SAની મેચને રોમાંચક




ICC T-20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કાની ત્રીજી મેચમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચ માટે સવારથી જ સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં ભારતીય ઝંડા લહેરાતા જોવા મળી રહ્યા છે અને હજારો ચાહકો સ્ટેડિયમમાં પ્રવેશ માટે લાઈનમાં ઊભા છે. ભારતીય જર્સી, રંગબેરંગી ઝંડા સાથે ચાહકો સ્ટેડિયમ તરફ આવ્યા
સ્ટેડિયમમાં ભારતીય ચાહકોની ભીડ ઉમટી પડી છે. ફેન્સ ભારતીય જર્સી, રંગબેરંગી ઝંડા અને સાથે સ્ટેડિયમ તરફ આવ્યા. સી.જી.રોડ પર અમુક કેફેઝમાં મેચના લાઈવ ટેલિકાસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચનું વિશેષ આકર્ષણ રહેશે કોમેન્ટ્રી બોક્સમાં સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિકની હાજરી. આ ત્રણેય દિગ્ગજો અમદાવાદ પહોંચી ગયા છે અને તેમની કોમેન્ટ્રીમાં મેચને વધુ રોમાંચક બનાવશે. ચાહકોમાં આ ત્રણેયની હાજરીને કારણે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ અને સ્ટેડિયમ ઓથોરિટીએ ભીડને કંટ્રોલ કરવા માટે ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેન્સ સાઉથ આફ્રિકા સામે ભારતની જીતના સાક્ષી બનવા ઘરેથી સ્ટેડિયમ તરફ જવા માટે નીકળી ગયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *