અમદાવાદ: સ્પોર્ટ્સ બાઈકની ચોરી ગેંગને પોલીસે રાજસ્થાનથી દબોચી, આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા-Narol police in Ahmedabad bust a gang stealing sports bikes from Rajasthan | અમદાવાદ


Last Updated:

અમદાવાદના નારોલ વિસ્તારમાં 3 સ્પોર્ટ્સ બાઈકની ચોરીના બનાવ બન્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી અને રાજસ્થાનના બાંસવાડાથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

News18
News18

અમદાવાદ: ગુજરાત રાજ્યના અલગ અલગ રાજ્યમાંથી સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના 4 આરોપીઓની રૂ.10.50 લાખના મુદ્દામાલ સાથે નારોલ પોલીસે ધરપકડ કરીને 6 સ્પોર્ટ્સ બાઈક રિકવર કર્યા છે. પોલીસે આંતર રાજ્ય ગેંગની ધરપકડ કરીને નારોલ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના ઉકેલ્યા છે. સાથે જ ભરૂચ સિટીના સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને જેલના સળિયા પાછળ ગણતા કરી દીધા છે.

નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી તાજેતરમાં ત્રણ સ્પોર્ટ્સ બાઈક ચોરી થવાના બનાવ સામે આવ્યા હતા. આ મામલે નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઇન્સ્પેક્ટર પી.સી. દેસાઈની સૂચનાથી સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ આર.ડી. સાંબડ દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના મુદ્દાઓ પર તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સ્પોર્ટ્સ બાઈકની ચોરીના ગુનામાં ગુજરાત બહારની ગેંગ એક્ટિવ છે. આ માહિતીના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રાજસ્થાનના હોવાની હકીકત ખુલવા પામતા પીએસઆઈ આર.ડી.સાંબડ સહિત પીએસઆઈ પી.આર. સરવૈયા રાજસ્થાન તપાસ માટે પહોંચીને રાજસ્થાનના બાંસવાડામાં રહેતો જયેશ ડામોર, નિલેશ પારગી, રાહુલ પટેલ સહિત સુનીલ ભુરીયા તમામ આરોપીઓની રાજસ્થાન બાંસવાડાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ત્યાંના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આરોપીની સઘન પૂછપરછ કરતા હકીકત ખુલવા પામી કે આરોપીઓ નારોલ પોલીસ સ્ટેશનની હદમાં 3 સ્પોર્ટ્સ બાઈક તેઓએ ચોર્યા હતા. તથા ભરૂચ અને રાજકોટ શહેરમાંથી 3 સ્પોર્ટ્સ બાઈક ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે ચોરી થયેલા તમામ 6 સ્પોર્ટ્સ બાઈક રિકવર કર્યા છે. ત્યારે આરોપીઓ પોલીસ સમક્ષ કેફિયત વર્ણવી હતી કે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરીને તેમના ગામમાં લઈ જતા અને ત્યાં આગળ બાઈક લઈને ફરતા હતા. ત્યારે આ લોકો અન્ય કેટલા બાઈકની ચોરી કરી છે અને કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી રહેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *