અમરેલી: વિદ્યાસભા સ્કૂલના કરાટે ખેલાડીઓએ નેશનલમાં મેડલ જીત્યા – Amreli 9 players win medals in All India Karate increase pride | અમરેલી
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલના કરાટે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ શિસ્ત, ટેક્નિક અને આત્મવિશ્વાસ સાથે ઝળહળતું પ્રદર્શન કર્યું હતું, જેમાં દવે દિશા, ગોલાણી ઉર્વીશા, સોલંકી વંદન અને ખાંભલા સોહિલે પોતાની કેટેગરીમાં અદભુત દેખાવ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે સવાલિયા વૃષ્ટિ, ચૌહાણ શ્રેયા અને કાલેના ઉર્વીએ કઠિન મુકાબલાઓ પાર કરીને સિલ્વર મેડલ જીત્યા હતા. ઉપરાંત બારૈયા પરી અને કાણેના પુરબે પણ ઉમદા રમત રજૂ કરીને બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
