અમેરિકાથી વતન આવેલા યુવકને હનીટ્રેપમાં ફસાવીને રૂ.20 લાખ પડાવી લીધા | અમદાવાદ


Last Updated:

અમેરિકાથી આવેલા યુવકને રિયા સાથે ફેસબુક પર સંપર્ક થયો, નરોડા ખાતે મળ્યા પછી છ શખ્સોએ પોલીસ બની ખંડણી માંગી, યુવકે રૂ. 20 લાખ આપ્યા.

યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ: અમેરિકામાં રહેતો યુવક કામઅર્થે આણંદ વતનમાં આવ્યો હતો. આ દરમ્યાન તેને ફેસબુક પર એક મહિલા સાથે સંપર્ક થયો હતો. બાદમાં મહિલાએ તેને પ્રેમજાળમાં ફસાવીને નરોડા ખાતે મકાનમાં મળવા બોલાવ્યો હતો. ત્યારે યુવક ત્યાં પહોંચ્યો તે સમયે ત્રણ મહિલાઓ હતી. બાદમાં ત્રણેય મહિલાઓ યુવકને રૂમમાં લઈ જઈને મહિલાઓ અને યુવક નિર્વસ્ત્ર થઈ ગયા હતા. આ દરમ્યાન છ શખ્સોએ આવીને યુવકને પોતે પોલીસમાં ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું જણાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. 20 લાખ પડાવ્યા હતા. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હાથીજણમાં રહેતા 25 વર્ષીય યુવક બારકોડ સ્ટીકરનો ધંધો કરે છે. ગત ઓક્ટોબર મહિનામાં મૂળ આણંદના અને હાલમાં અમેરિકામાં રહેતા તેમના મામા વતન આણંદ ખાતે આવ્યા હતા. બાદમાં અમેરિકાથી આવેલ યુવકને ડિસેમ્બર મહિનામાં તેમને ફેસબુક પર એક રિયા નામની મહિલાની રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કરતા મહિલા અને યુવક બંને વાતો કરતા હતા. બાદમાં એકબીજાનો મોબાઇલ નંબર લીધો હતો. જે બાદ મહિલા યુવકને વારંવાર મળવા આવવાનું કહેતી હતી.

જ્યારે મહિલાએ આધેડને નરોડા ખાતે સ્વામિનારાયણ પાર્કમાં ચોથા માળે મકાનમાં મળવા બોલાવ્યો હતો. જેથી આધેડ કાર લઈને મળવા પહોંચ્યો હતો. ત્યાં ત્રણ મહિલાઓ હતી. જે બાદ ત્રણેય મહિલા યુવકને રૂમમાં લઈને દરવાજો બંધ કરીને નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. બાદમાં યુવકને પણ નિર્વસ્ત્ર કર્યો હતો. આ દરમ્યાન દરવાજો ખખડાવીને છ શખ્સો રૂમમાં આવ્યા હતા. જે બાદ એક શખ્સે મોબાઇલ, પર્સ સહિતની ચીજવસ્તુ લઈ લીધી હતી. જે બાદ શખ્સે પોતે પોલીસકર્મી અને ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું જણાવ્યું હતું.

આ દરમ્યાન અન્ય શખ્સે મોબાઇલમાં યુવકનો વિડીયો ઉતારતા ગભરાઈ ગયો હતો. બાદમાં છ શખ્સોએ યુવકને ફટકારીને તારી પર બળાત્કારની ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દઈશું તેવી ધમકી આપીને રૂ. 50 લાખની ખંડણી માંગી હતી. જેથી યુવકે તેમના ભાણીયાને બોલાવીને રૂ. 20 લાખ આપ્યા હતા. પરંતુ તે સમયે કોઈ ફરિયાદ કરી ન હતી. જ્યારે રામોલ પોલીસે હનીટ્રેપ કેસમાં ત્રણ આરોપીને પકડ્યા હોવાની જાણ થતા ભાણીયાને કહીને તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *