આજે અમદાવાદમાં ભારત સાઉથ આફ્રિકાને સપોર્ટ કરશે:આફ્રિકાની ટીમ જીતશે તો ટૉપ-4ની એન્ટ્રી માટે ઈન્ડિયાનો રસ્તો સરળ બનશે; હેડ ટુ હેડમાં WI આગળ




T20 વર્લ્ડ કપમાં સુપર-8 સ્ટેજનો સાતમો મેચ આજે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે. મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ટૉસ 2.30 વાગ્યે થશે. ટીમનું વર્તમાન ફોર્મ
સુપર-8ની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનના અંતરથી હરાવ્યું. આ સાથે ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો અટકી ગયો. આ પહેલા ટીમે સતત 12 મેચ જીતી હતી. જ્યારે, વેસ્ટ ઇન્ડીઝે સુપર-8માં ઝિમ્બાબ્વેને 107 રનના મોટા અંતરથી હરાવ્યું. વિન્ડીઝે પહેલા બેટિંગ કરતા 254 રન બનાવ્યા અને ઝિમ્બાબ્વેને 147 રન જ બનાવવા દીધા. હેડ ટુ હેડમાં બરાબરીની ટક્કર
સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 ઇન્ટરનેશનલ રમાઈ છે. આમાંથી વેસ્ટ ઇન્ડીઝે 15 અને સાઉથ આફ્રિકાએ 14 મેચ જીત્યા. બંને વચ્ચે છેલ્લો T20 મુકાબલો 2026માં રમાયો હતો, જેમાં વેસ્ટ ઇન્ડીઝે સાઉથ આફ્રિકાને 6 રનથી હરાવ્યું હતું. માર્કો યાન્સેન સાઉથ આફ્રિકાનો ટૉપ વિકેટ ટેકર
સાઉથ આફ્રિકા માટે એડન માર્કરમે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 5 મેચમાં 178.43ના સ્ટ્રાઈક રેટથી 182 રન બનાવ્યા. તેનો શ્રેષ્ઠ સ્કોર 86* રન રહ્યો. જ્યારે, માર્કો યાન્સેન સાઉથ આફ્રિકા માટે ટૉપ વિકેટ ટેકર રહ્યો. તેણે 4 મેચમાં માત્ર 8.46ની ઇકોનોમીથી 11 વિકેટ ઝડપી. શિમરોન હેટમાયર વેસ્ટ ઇન્ડીઝનો ટૉપ બેટર
શિમરોન હેટમાયરે ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 5 મેચમાં 185.59ના સ્ટ્રાઈક રેટથી 219 રન બનાવ્યા. તેનો બેસ્ટ સ્કોર 85 રન રહ્યો. જ્યારે, બોલિંગમાં ગુડાકેશ મોતી ટીમ માટે ટોપ વિકેટ ટેકર રહ્યો. તેણે 5 મેચમાં 7.27ની ઇકોનોમીથી રન ખર્ચ કરીને 10 વિકેટ ઝડપી. પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીંની સપાટી સંપૂર્ણપણે સપાટ છે. અહીં બેટિંગ કરવી ખૂબ જ સરળ હોય છે. આ પીચ પર નવી બોલ સાથે ફાસ્ટ બોલરોને શરૂઆતના કેટલાક ઓવર્સમાં મદદ મળી શકે છે. જ્યારે મિડલ ઓવર્સમાં સ્પિનરોને ટર્ન પણ મળી શકે છે. વેધર કંડિશન
26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં હવામાન ગરમ રહેશે, વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. અહીં મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એન્ગિડી. વેસ્ટ ઇન્ડીઝ: બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફન રધરફોર્ડ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડ, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને શમાર જોસેફ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *