ઈશાન કિશન T20 બેટર્સની રેન્કિંગમાં નંબર-5 પર આવ્યા:બોલરોમાં બુમરાહે 7 સ્થાનની છલાંગ લગાવી, સિકંદર રઝા ટોપ ઓલરાઉન્ડર
![]()
ICCના તાજેતરના T20 રેન્કિંગમાં ભારતીય ઓપનર ઈશાન કિશન 3 સ્થાનની છલાંગ લગાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. બોલરોમાં જસપ્રીત બુમરાહે 7 સ્થાનનો ઉછાળો લેતા આઠમું સ્થાન હાંસલ કર્યું છે. ICCએ બુધવારે T20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી. ભારતીય ઓપનર ઈશાન કિશનને શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. તેઓ 742 રેટિંગ અંક સાથે આઠમાથી પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અભિષેક શર્મા ટોચ પર યથાવત અભિષેક શર્મા ખરાબ પ્રદર્શન છતાં T20 બેટર્સની રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત છે. વર્લ્ડ કપમાં સાધારણ શરૂઆત છતાં તે ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટથી 62 પોઈન્ટ આગળ છે. પાકિસ્તાનનો સાહિબઝાદા ફરહાન 2 સ્થાનના ફાયદા સાથે નંબર-3 પર આવી ગયો છે. ફરહાનના 810 રેટિંગ પોઈન્ટ્સ છે. બુમરાહે 7 સ્થાનની છલાંગ લગાવી બોલરોમાં જસપ્રીત બુમરાહે 7 સ્થાનની છલાંગ લગાવી છે. ગયા અઠવાડિયે 15મા નંબરે રહેલા બુમરાહ સાઉથ આફ્રિકા સામે 3 વિકેટ લીધા બાદ 669 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગયો છે. કોર્બિન બોશ 21 સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબરે આવી ગયો છે, જ્યારે વરુણ ચક્રવર્તી નંબર-1 બોલર યથાવત છે. સિકંદર રઝા નંબર-1 ઓલરાઉન્ડર બન્યો ઓલરાઉન્ડરોમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા ફરીથી નંબર-1 બની ગયો છે. શિવમ દુબે બે સ્થાન ઉપર ચઢીને સાતમા નંબર પર પહોંચ્યો છે. જ્યારે, અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આઠમા સ્થાને પહોંચીને ટૉપ-10માં સામેલ થઈ ગયો છે.
Source link