એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ રોબો એથ્લેટિક્સ અને મેથ્સ સોલ્વિંગ રોબો તૈયાર કર્યા: પાંચ લાખનું ઇનામ જીતવા સજ્જ | અમદાવાદ


Last Updated:

આગામી માર્ચ મહિનામાં નેશનલ લેવલની રોબો ફેસ્ટ યોજાવા જઈ રહી છે જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પાંચ રોબોટ પરફોર્મ કરશે.

ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પાંચ રોબોટ પરફોર્મ કરશે.
ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પાંચ રોબોટ પરફોર્મ કરશે.

અમદાવાદ: સામાન્ય રીતે એથ્લેટિક્સની ગેમ્સમાં ભાગ લેવા રિંગમાં ખેલાડીઓ ઊતરતા હશે. પરંતુ એથ્લેટિક્સ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હવે રોબોટ પણ સજ્જ થઈ રહ્યા છે. આગામી માર્ચ મહિનામાં નેશનલ લેવલની રોબો ફેસ્ટ યોજાવા જઈ રહી છે જેમાં ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા પાંચ રોબોટ પરફોર્મ કરશે.

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ રોબો એથ્લેટિક્સ અને મેથ્સ સોલ્વિંગ રોબો તૈયાર કર્યા છે. જે રોબો ફેસ્ટમાં 5 લાખનું ઇનામ જીતવા સજ્જ થયા છે. અમદાવાદની સરકારી પોલિટેકનિકના ઓટોમેશન એન્ડ રોબોટિક્સ વિભાગના પાંચ રોબોટ રોબોફેસ્ટ 2026 માટે સિલેક્ટ થયા છે. પાંચેય રોબોટ લેવલ વન અને 2 કોમ્પિટિશનમાં 1-1 લાખનું ઇનામ જીતી ચૂક્યા છે અને 5 લાખની લેવલ 3ની કોમ્પિટિશન માટે રોબોફેસ્ટમાં ભાગ લેશે. પોલિટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ મેથ્સ સોલ્વિંગ રોબોટ, રોબો એથ્લેટિક્સ એમ ચાર પ્રકારની કેટેગરીના રોબોટ તૈયાર કરાયા છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં અમદાવાદની સરકારી પોલિટેકનિકના પ્રો. ઉર્વીશ સોનીએ જણાવ્યું કે, સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા રોબો ફેસ્ટ યોજાય છે. આ ફેસ્ટમાં લેવલ 1, 2, અને 3માં અલગ અલગ ઇનામો આપવામાં આવતા હોય છે. આ વખતની રોબો ફેસ્ટ 5.0માં સરકારી પોલિટેકનિકના 9 રોબોટ લેવલ 1 માટે સિલેક્ટ થયા હતા જેમાંથી 6 રોબોટને લેવલ 2 માં પ્રત્યેક રોબોટની ટીમને 1 લાખનું ઇનામ મળ્યું છે હવે લેવલ 3 માં પાંચ રોબોટ ભાગ લેશે. આ રોબોટ અલગ અલગ ટેકનોલોજીથી તૈયાર કરાયા છે. કોઈમાં AI કેમેરા યુઝ કરી માર્ગ શોધવા માટે મેથ્સ સોલ્વિંગ રોબોટ્સ છે તો ઘરમાં કામ કરે તેવા AI ટેકનોલોજી વાળા હોમોબોટ્સ છે.

આ ઉપરાંત ઓટોનોમસ કાર નો એક રોબોટ છે તેવી જ રીતે રોબો એથ્લેટિક્સ જે પુશ બોલ માટે અને કર્લિંગ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે તેવા રોબોટ્સ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. લેવલ 2 માં વિદ્યાર્થીઓની ટીમોએ 1-1 લાખ એમ 6 લાખનું ઇનામ જીતી ઇતિહાસ રચ્યો હતો હવે લેવલ 3માં પ્રથમ ઇનામ પાંચ લાખનું જીતવા તૈયાર છે. દેશભરમાંથી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની ટીમો આ રોબોફેસ્ટમાં ભાગ લેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *