એરંડાના ભાવ ઘટ્યા, છતાં ફાયદાકારક – Castor prices have fallen, but are still profitable | મહેસાણા


Last Updated:

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસીની આવક સાથે ખરીદ-વેચાણનું માહોલ સક્રિય રહ્યું હતું. એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક વચ્ચે કેટલાક પાકોના ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ખેડૂતોને મળતા ભાવ હજી પણ સંતોષકારક રહ્યા છે. આવકમાં ઘટાડા, ગુણવત્તા આધારિત ભાવફેર અને બજારની માંગને કારણે આજે યાર્ડમાં ભાવચળવળ જોવા મળી હતી.  

+

એરંડાના

એરંડાના ભાવ ઘટ્યા, છતાં ફાયદાકારક

મહેસાણા: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક જોવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં દસ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ ભાવ હજી પણ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 345 બોરીની આવક નોંધાઈ છે, ગયા અઠવાડિયા કરતાં આજે આવકમાં ઘટાડો છે. આજે માર્કેટ યાર્ડમાં ગુવારની પણ સારી આવક જોવા મળી છે, જેના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે.

આજે માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ 345 બોરી આવક નોંધાઈ હતી. આજે તેના ઊંચા ભાવ 1323 રૂપિયા પ્રતિ 20 kg અને નીચા 1250 રૂપિયા પ્રતિ 20 kg નો ભાવ મળ્યો હતો. ગઈકાલની સરખામણીમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ 1334 રૂપિયા પ્રતિ 20 kg સુધી ગયો હતો, એટલે આ અઠવાડિયે એરંડામાં તેના ભાવ ગયા અઠવાડિયા કરતાં ઘટેલા જોવા મળી રહ્યા છે. તેમ છતાં વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે કારણ કે સિઝનની શરૂઆતથી જ એરંડાના ભાવ સ્થિર અને વધતા જ રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં આજે રાયડાની આવક 10 બોરીની નોંધાઈ છે, જેના ભાવ 1254 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. ગુવારની આજે 215 બોરી આવક માર્કેટ યાર્ડમાં પહોંચી હતી. ગુવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય વધારો નોંધાયો છે, તેનો ભાવ 1072 રૂપિયા પ્રતિ મણ બોલાવવામાં આવ્યો. ગુવારનો ભાવ આ અઠવાડિયે 30 રૂપિયા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યો છે, ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. ગુવારના મુખ્ય ખરીદદારો પશુઆહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગુવારની માંગ સદાય સ્થિર રહેતી હોય છે. ખેડૂતોને ઉત્પાદન અનુરૂપ સારું વળતર મળી રહે છે, તે છતાં ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અજમાની તરફ જોઈએ તો આજે 15 બોરી આવક થઈ હતી. અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. બજારમાં અજમાનો ઊંચો ભાવ 1975 રૂપિયા પ્રતિ 20 kg અને નીચો ભાવ 500 રૂપિયા પ્રતિ 20 kg રહ્યો. ગુણવત્તા પ્રમાણે મોટો ભાવફેર જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયા કરતાં તેના ભાવમાં 150 જેટલો ઘટાડો નોંધાયો છે. સારી ક્વોલિટીના અજમાને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો જ્યારે મિશ્ર અને મધ્યમ ગુણવત્તાનો ભાવ તુલનાત્મક રીતે ઓછો રહ્યો. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા ધાન્ય અને મહત્ત્વના પાકની પણ વિવિધ સ્તરે આવક નોંધાઈ હતી. મોટા ભાગની જણસોના ભાવ સામાન્ય સ્તરે સ્થિર રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સુરતથી 100 કિમી દૂર છુપાયેલું છે સ્વર્ગ, આમલી ડેમ બન્યો વીકએન્ડ માટે ફેવરિટ

ઉત્તર ગુજરાતની કૃષિ પરિસ્થિતિની વાત કરીએ તો ખાસ કરીને રાયડો, અનાજ અને એરંડાનો પાક અહીં વધુ પ્રમાણમાં થાય છે. જમીન અને વાતાવરણનું સુમેળ હોવાને કારણે મહેસાણા જિલ્લો આ પાકોના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં ગણાય છે. જેના કારણે અહીંના માર્કેટ યાર્ડમાં રોજબરોજ રાયડો, એરંડા અને ધાન્ય પાકની સારી આવક જોવા મળે છે. ખેડૂત, વેપારી અને મંડીઓ વચ્ચેનો સીધો સંપર્ક આ સમગ્ર વિસ્તારમાં ખેતીને મજબૂત બનાવે છે. પરંતુ આજે સરેરાશ માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાયડો, તલ જેવી જણસ આજે માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવી નથી.

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કુલ વાતાવરણ વ્યસ્ત રહ્યું. સવારે જ ખેડૂતો પોતાની આવક લઈને યાર્ડે પહોંચ્યા હતા. વેપારીઓ તરફથી ખરીદી પણ સામાન્ય કરતાં રહેતી જ હતી. માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે આગામી દિવસોમાં જો કોઈ નવી નીતિ, નિકાસ માંગ અથવા હવામાનમાં ફેરફાર થાય તો ભાવમાં વધુ પરિવર્તન જોવા મળી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *