કચ્છની ધરા ફરી ધ્રૂજી! મધરાતે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ફફડાટ | કચ્છ


Last Updated:

Breaking news
Breaking news

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે 1:22 કલાકે સરહદી વિસ્તારમાં લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધાઈ છે, જે સાધારણ કરતાં વધુ ગણાય છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *