કર્ણાટકમાં દલિત યુગલને મંદિરમાં જતા રોક્યા:આરોપી બોલ્યો- દલિતોએ ઘરમાં જ પૂજા કરવી જોઈએ; 20 ફેબ્રુઆરીએ હિંદુ-મુસ્લિમ વિવાદ થયો હતો




કર્ણાટકના તુમાકુરુ જિલ્લામાં દલિત યુગલને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યું. યુવક-યુવતીના હાલમાં જ લગ્ન થયા હતા. જેવા બંને મંદિરે પહોંચ્યા, નારાયણપ્પા નામના વ્યક્તિએ તેમને રોક્યા હતા. તેમણે યુગલને કહ્યું કે દલિત લોકોએ ઘરે જ પૂજા કરવી જોઈએ, મંદિરે ન આવવું જોઈએ. આ ઘટના 21 ફેબ્રુઆરીના રોજ તુમકુરુ ગામના અરસમ્મા મંદિરમાં બની હતી. પીડિત યુગલે 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. તેમના મતે, આરોપી નારાયણપ્પાએ જાહેરમાં ધમકાવ્યા હતા. મંદિરમાં હાજર અન્ય લોકોએ તેનું સમર્થન કર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપી નારાયણપ્પાની ધરપકડ કરી. અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ફરાર લોકોની શોધખોળ ચાલુ છે.
20 ફેબ્રુઆરી: શિવાજી જયંતિ પર હિંદુ-મુસ્લિમ વિવાદ થયો બાગલકોટમાં ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે શિવાજી જયંતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે તે પાનકા મસ્જિદ વિસ્તારમાંથી પસાર થઈ, ત્યારે તેના પર પથ્થરો અને ચપ્પલો ફેંકવામાં આવ્યા. બાગલકોટ એસપી સિદ્ધાર્થ ગોયલે જણાવ્યું કે પથ્થરમારામાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઘટનાના પ્રત્યક્ષદર્શી ઉમેશના જણાવ્યા અનુસાર શોભાયાત્રા દરમિયાન મસ્જિદ પાસે ઘટના બની. લગભગ 8-10 લોકોએ મસ્જિદમાંથી પથ્થરો અને ચપ્પલો ફેંક્યા. અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વિસ્તારમાં 24 ફેબ્રુઆરીની મોડીરાત સુધી બીએનએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પોલીસે સ્થિતિ પર કન્ટ્રોલ મેળવ્યો હતો. ………………… આ સમાચાર પણ વાંચો… કર્ણાટકમાં મેડિકલ સ્ટુડન્ટે પ્રોફેસરને માર માર્યો, વીડિયો: એક્ઝામ હોલમાં ફોનથી ચોરી કરતા પકડ્યો હતો; વિદ્યાર્થીએ પેપર છીનવી લેતા હુમલો કર્યો કર્ણાટકના કલબુર્ગી જિલ્લાની ડો. મલકારેડ્ડી હોમિયોપેથિક કોલેજમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા રોકવા પર વિદ્યાર્થીએ પ્રોફેસરને માર માર્યો હતો. આ ઘટના ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *