કીર્તિ પટેલના ત્રાસથી મુસ્લિમ યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો! મૃગીકુંડમાં સ્નાન વિવાદમાં નવો વળાંક |
આ વીડિયોથી ઉશ્કેરાયેલી કીર્તિ પટેલે, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિત ચાર યુવકો સાથે મળીને મુસ્લિમ યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ ટોળકીએ યુવક પાસે વીડિયો હટાવવાના બદલામાં 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હોવાના અને એટલું જ નહીં, જો માંગણી પૂરી ન થાય તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આરોપ ઉછળી રહ્યા છે.
