કીર્તિ પટેલને ખંડણીના કેસમાં કોર્ટે જામીન આપ્યા, આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન-Court grants bail to Kirti Patel in Rs 20 lakh extortion case | જુનાગઢ
Last Updated:
કીર્તિ પટેલને 20 લાખની ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જોકે હવે તેને આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું છે.
જૂનાગઢ: વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. જેમાં 20 લાખના ખંડણીના કેસમાં તેના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી પર કોર્ટમાં દલીલો થઈ હતી. જેમાં બંન્ને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે જામીન આપ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતા કીર્તિ પટેલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી.
કીર્તિ પટેલને કોર્ટ દ્વારા 20 લાખની ખંડણી માગ્યાના કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવી છે. જોકે તેને ભવનાથ પોલીસ સ્ટેશનના ગુનામાં કીર્તિ પટેલને હાજર રહેવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલને હાજર રહેવા માટે ફરમાન આપવામાં આવ્યું છે.
Junagadh,Gujarat
