ગાંધીનગર: 57 ભાડુઆતોનું 38 લાખથી વધુ ભાડું બાકી, મનપા દ્વારા તમામને નોટિસ ફટકારવામાં આવી-Gandhinagar Municipal Corporation issues notices to 57 tenants in Trikoniya Shopping Center for non-payment of rent | ગાંધીનગર


Last Updated:

ગાંધીનગરમાં આજે મનપા દ્વારા સેક્ટર 21માં ત્રિકોણીયા શોપિંગ સેન્ટરમાં લાંબા સમયથી ભાડું ન ભરતા ભાડુઆતોને નોટિસ ફટકારવામાં આવી છે. કુલ 57 ભાડુઆતની 38 લાખથી વધુની રકમ બાકી હોવાને કારણે મનપાએ કડક વલણ અપનાવ્યું છે.

ગાંધીનગર મનપા એક્શનમાં
ગાંધીનગર મનપા એક્શનમાં

ગાંધીનગર: મનપાએ આજે એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં એટલે કે શહેરમાં આવેલા સેક્ટર 21માં નોટિસ પાઠવવામાં આવી છે. મનપામાં સમાવિષ્ટ સેકટર 21ના વિસ્તારમાં આવેલ ત્રિકોણીયા (માઈક્રો શોપિંગ) ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા ભાડુઆતોને બાકી ભાડા અંગે આ નોટિસ ફટકારાઈ છે.

સેક્ટર-21 સ્થિત ત્રિકોણીયા શોપિંગ સેન્ટરના કુલ 57 જેટલા ભાડુઆતોને નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ ભાડુઆતો પાસે મહાનગરપાલિકાનું અંદાજે કુલ રૂ. 38,08,887 જેટલું ભાડું ચૂકવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. કુલ 57 ભાડુઆતોએ ભાડાની રકમ ભરી ન હતી જેને લઈને મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

મનપા દ્વારા નોટિસ મારફત 7 દિવસમાં ભાડું ભરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો નિયત સમયમર્યાદામાં બાકી ભાડું જમા કરાવવામાં નહીં આવે, તો કસૂરવાર ભાડુઆતો સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપા દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવે છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે હવે કેટલા આ 57 ભાડુઆતો તેમની ભાડાની રકમ ભરશે કે પછી મનપા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *