ગુજરાતમાં પકડાયું વાહન ઠગાઈ ગેંગનું મોટું રેકેટ- Think 100 times before renting car big racket of vehicle fraud gang caught in vapi valsad | વલસાડ


Last Updated:

ઊંચા પૈસાની લાલચે ભાડા કરાક કરી વાહન લઈ જઈને બોરાબોર વેચી દેવી ગેંગેનો વાપીમાંથી પર્દાફાસ થયો છે. વલસાડ એલસીબી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ગાડીનો ભાડા કરાર કરી બારોબાર વેંચતી ગેંગ
ગાડીનો ભાડા કરાર કરી બારોબાર વેંચતી ગેંગ

વાપી: ઊંચા ભાડાની લાલચે જો આપનું વાહન કોઈને ભાડે આપી રહ્યા હોય તો 100 વખત વિચાર કરજો. ક્યાંક ઊંચા ભાડાની લાલચ આપને મોંઘી સાબિત થઈ શકે છે. કોઈ વાહન ઠગ ગેંગનો શિકાર બની ભાડાની સાથે પોતાના વાહનથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે. આવો જ લાલબત્તી સમાન કિસ્સો હાલ ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાંથી સામે આવ્યો છે. જે મામલે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે 5 લોકોને દબોચી લીધા છે અને સમગ્ર મામલે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

વિગતે વાત કરીએ તો, ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા હજારો ઉદ્યોગ ધંધા ધમધમે છે. અહીંની કંપનીઓમાં અને અન્ય વ્યવસાયમાં ભાડાના વાહનોનું ચલણ વધુ છે. જોકે આવા માહોલમાં કેટલીક ઠગ ગેંગો સક્રિય બની લોકોને ઠગવાનો ધંધો કરતી હોય તેવી ઘટનાઓ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદને આધારે તપાસ કરતા બહાર આવી રહી છે.

મળતી માહિતી મુજબ, સેલવાસના સંદીપ પ્રજાપતિ નામના એક વ્યક્તિને પોતાનું વાહન ભાડે કરારથી આપ્યું હતું. આરોપીએ વાહન માલિકને પોતે મોટી કંપનીઓના દલાલ તરીકેની ઓળખ આપી ઊંચું ભાડું આપવાની લાલચ આપી વાહનો ભાડે કરારથી લીધા હતા. જોકે તેને લાંબા સમય બાદ પણ વાયદા પ્રમાણે ભાડું કે પોતાનું વાહન પરત નહીં આપ્યું હોવાથી વાહન માલિક ચિંતામાં મુકાયા અને તપાસ કરતા તેના વાહનનું લોકેશન રાજસ્થાન બતાવ્યું હતું.

આ માહિતી પોલીસે નોંધી તત્કાળ તપાસ હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઠગાઈની ફરિયાદ દાખલ થતા જ પોલીસની વિવિધ ટીમો હરકતમાં આવી હતી અને 5 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સંદીપ વસંત પ્રજાપતિ, મુસ્તાક અહેમદ ઘોરી, અરવિંદ ઉર્ફે વિકાસસિંગ, મનીષ બાબુ ચાંપાનેરી અને પરેશ મુરુગન પાલવેતર તરીકે થઈ છે, તેમની આગવી ઢબે પૂછપરછ કરતા એક મસમોટું રેકેટ બહાર આવ્યું હતું.

હકીકતમાં આ આરોપીઓ કોઈક મોટી કંપનીના દલાલ નહીં પરંતુ આ ગેંગ વાહનોની લે-વેચની દલાલી કરે છે અને શોર્ટકટમાં પૈસો કમાવવા તેઓ ફોરવ્હીલર વાહનોના માલિકોને મોટી કંપનીઓમાં તેમનું વાહન ઊંચા ભાડે રખાવી આપવાની લાલચ આપે છે. બાદમાં આ લોકો વાહન માલિકો સાથે ભાડા કરાર કરી તેમના વાહનોને આરસી બુક સાથે જરૂરી કાગળો મેળવી લે છે અને આવા વાહનોને કોઈ કંપનીઓમાં ભાડે આપવાને બદલે વાહન માલિકોની જાણ બહાર તેમના વાહનોને બારોબાર વેચી મારે છે કે ગીરવે આપી દે છે.

પોલીસે હાલ આ આરોપીઓની ધરપકડ સાથે આ ગેંગે લોકો સાથે ઠગાઈને મેળવેલા ચાર વાહનોને પણ કબજે કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આટલું જ નહીં પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગની પૂછપરછમાં ગેંગના સાગરીતોનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવી રહ્યો છે. જેમાં લગભગ તમામ સાગરિતો પર આ અગાઉ પણ અન્ય પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે પોલીસે ગેંગ પાસેથી ચાર વાહનોને કબજે કરી તપાસ હાથ ધરતા આગામી તપાસમાં પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *