ચાંદલોડિયા બ્રિજ નીચે વેપારીઓએ AMC પર હપ્તા ઉઘરાવવાનો આરોપ | અમદાવાદ
Last Updated:
અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નીચે બેસતા વેપારીઓએ આ મોટા આક્ષેપ કર્યા છે. વેપારીઓનું કહેવું છે કે, અમે નાના ધંધાર્થીઓ છે. વ્યાજે રૂપિયા લઈને ધંધો કરીએ છીએ અને એએમસી અમારી પાસે 500થી 800 રુપિયા હપ્તા માગે છે.
અમદાવાદ: શહેરમાં અમદાવાદ મ્યુનિસિપાલટી પર મોટા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. મનપા નાના નાના લારી ચાલકો પાસે હપ્તા ઉઘરાવતી હોવાનો મોટા આક્ષેપો કરવામાં આવી રહ્યો છે. આજે સવારે ચાંદલોડિયા બ્રિજ નીચે બેસતા વેપારીઓએ આ મોટા આક્ષેપ કર્યા છે. વેપારીઓનું કહેવું છે કે, અમે નાના ધંધાર્થીઓ છે. વ્યાજે રૂપિયા લઈને ધંધો કરીએ છીએ અને એએમસી અમારી પાસે 500થી 800 રુપિયા હપ્તા માગે છે. હપ્તો ન આપીએ તો બેસવા દેતા નથી. આક્ષેપ તો એવા પણ થઈ રહ્યા છે કે, છેલ્લા ઘણા દિવસથી દબાણવાળાને હપ્તા આપીએ તે છતાં તેઓ હેરાન કરે છે.
મનપાની દબાણ શાખા સામે લારીમાં ધંધો કરતા નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરીથી રોષે ભરાયેલા 100થી વધુ લોકો એકત્ર થઈને અમદાવાદ કોર્પોરેશન હાય હાયના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમારે જ્યારે કમાવવાનું હતુ તેવા સમયે એટલે કે, નવરાત્રિથી દિવાળી સુધી વેપારીઓને ચાંદલોડિયા બ્રિજ નીચે બેસવા દેવામાં આવ્યા ન હતા. મનપાની ચાંદલોડિયા ઓફિસે જઈ તમામ લોકો રજૂઆત કરશે.
અહીં આવેલા એક વેપારીએ જણાવ્યુ છે કે, અમે નાનો મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ. મ્યુનિસિપાલટી અમને દબાણ કરે છે કે 200-500 રૂપિયા હપ્તો આપો તો અમે તેને અહીં બેસવા દઈએ. તેમની ટીમ આવીને અમને ધમકીઓ આપે છે કે, હપ્તો ચાલુ કરો નહીં તો અહીંથી જતા રહો.
મહિલા વેપારીએ પોતાની વ્યથામાં જણાવ્યુ છે કે, અમે અહીં દારૂ નથી વેચતા બકલ બોરિયા વેચીને તો કોઈ શાકભાજી ફ્રૂટ વેચીને અમે અમારી જીંદગી વિતાવીએ છીએ. જ્યાં લોકો પૈસા આપે છે તો ત્યાં વેચવા દે છે. જો તમે એએમસીના લોકોને હપ્તો આપવાનું બંધ કરશો તો બીજે દિવસે દબાણની ગાડી મોકલાવી દેશે. જે બાદ તમે જે નાનો મોટો ધંધો કરતા હશો તે કરવા નહીં દે.
અન્ય એક મહિલાએ જણાવ્યુ છે કે, વ્યાજે રૂપિયા લઈને અમે માલ લાયા પરંતુ આ લોકો અમને ધંધો કરવા દેતા નથી. હજી હું લારી લાવીને ઉભી રાખી જ છે ત્યાં તો મારો માલ નીચે ફેંકીને લારી લઈને જતા રહે છે. 800 રૂપિયાનો માલ હતો અને આ લોકો બે હજાર રૂપિયા માંગે છે.
Ahmedabad,Gujarat
November 10, 2025 11:36 AM IST
