જૂનાગઢ: મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી આપનાર નરેશ વાઘેલા ઝડપાયો | જુનાગઢ
Last Updated:
આરોપી નરેશ વાઘેલાએ મહંત સુખરામદાસ બાપુ પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી તેમની સામે ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
જૂનાગઢ: મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને થોડા દિવસ પહેલા ધમકી મળી હતી. મેંદરડાના ખાખી મઢીના મહંતને ફોન કરીને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. તેઓ પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું જણાવીને ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ જૂનાગઢ પોલીસે ખંડણી માંગનાર નરેશ વાઘેલા નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
મહંતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ મહંત સુખરામદાસ બાપુ પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી તેમની સામે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું છે કે, મને ખંડણી આપો નહીં તો તમારી પર એટ્રોસિટીનો કેસ કરી દઈશ. જેથી હું આશ્રમમાંથી જૂનાગઢ ગયો અને તેમને ત્યાં જઈને ફોન કર્યો. પરંતુ તેમણે મારો ફોન રિસીવ ન કર્યો. જેથી મેં જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગેની લેખિતમાં રજૂઆત કરી. જે બાદ તેમણે ગણતરીના દિવસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
જૂનાગઢ પોલીસે ફરિયાદના આધારે નરેશ વાઘેલા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, નરેશ વાઘેલાએ મહંત સુખરામદાસ ઉપરાંત પણ કેટલાક લોકોને ગુનામાં ફસાવવાની ધમકી આપીને ખંડણી માંગી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Junagadh,Gujarat
