જે મેદાન પર સપનું તૂટ્યું, ત્યાં ફરી નાલેશી હાર મળી:અમદાવાદમાં આફ્રિકા સામે પરાજય પછી ભારતે શરમજનક રેકોર્ડ્સ નોંધાવ્યા




અમદાવાદમાં ભારત 2023 પછી પહેલીવાર કોઈ ICC ઇવેન્ટમાં મેચ હારી ગયું. T20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 76 રનથી હરાવીને તેની 12 મેચની જીતની સિરીઝ પર બ્રેક લગાવી દીધો. આ હાર રનના હિસાબે T20 ઇન્ટરનેશનલમાં ભારતની બીજી સૌથી મોટી હાર પણ છે. ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જસપ્રીત બુમરાહે 3 વિકેટ લઈને ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આફ્રિકા માટે બેટિંગમાં ડેવિડ મિલરે 63 રન બનાવ્યા. તેણે 26 બોલ પર ફિફ્ટી ફટકારી દીધી. વાંચો IND vs SA મેચના ટૉપ રેકોર્ડ્સ… 1. ભારતની ટુર્નામેન્ટમાં સૌથી મોટા અંતરે હાર T20 વર્લ્ડ કપમાં ભારતને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા 2010માં ઓસ્ટ્રેલિયા (49 રન) અને 2016માં ન્યૂઝીલેન્ડ (47 રન)એ ભારતને મોટા અંતરથી હરાવ્યું હતું. આ ભારતની T20 ઈન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હાર પણ છે. સૌથી મોટી હાર 80 રનથી ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન 2019માં થઈ હતી. 2. ભારતનો T20 વર્લ્ડ કપમાં ત્રીજો લોએસ્ટ સ્કોર સાઉથ આફ્રિકા સામે 111 રન પર ઓલઆઉટ થવું એ ભારતનો T20 વર્લ્ડ કપ ઇતિહાસનો ત્રીજો લોએસ્ટ સ્કોર છે. સૌથી ઓછો સ્કોર 79 (ન્યૂઝીલેન્ડ, 2016) છે, જ્યારે 2021માં દુબઈમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 110/7 સુધી રોક્યું હતું. 3. ભારત 2023 પછી પહેલીવાર ICC ઇવેન્ટમાં હાર્યું 2023 વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારત ICC ટુર્નામેન્ટમાં 18 મેચ સુધી અજેય રહ્યું હતું. આ શાનદાર સિલસિલો અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે મળેલી હાર સાથે તૂટી ગયો. તો, મલ્ટી-નેશન T20 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની વાત કરીએ તો ભારત 2022 T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ પહેલીવાર હાર્યું. આ દરમિયાન ટીમે 23 મેચ રમી, જેમાં 21 જીત્યા (એક જીત સુપર ઓવરમાં), 1 મેચ હાર્યું અને 1 અનિર્ણિત રહી. આ ઉપરાંત, T20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સતત જીતનો ક્રમ તૂટ્યો. ટીમને 12 સતત મેચ જીત્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. 4. મિલરે ભારત સામે સૌથી વધુ સિક્સર ફટકારી ડેવિડ મિલર ભારત સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો છે. તેણે 26 ઇનિંગ્સમાં 39 છગ્ગા ફટકારીને ગ્લેન મેક્સવેલ (38)ને પાછળ છોડી દીધો. નિકોલસ પૂરન 35 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. 5. મિલરે 26 બોલમાં ફિફ્ટી ફટકારી ડેવિડ મિલરે 26 બોલમાં અડધી સદી ફટકારીને ભારત સામે ચોથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. જોકે, તેની પહેલા લિટન દાસ (21), હેનરિક ક્લાસેન (23) અને ટ્રેવિસ હેડ (24) ઝડપી ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે આ પહેલાની ત્રણેય મેચમાં ભારતે જીત મેળવી હતી, પરંતુ મિલરની ફિફ્ટીવાળી મેચ ભારત હારી ગયું. 6. બુમરાહ T20 વર્લ્ડ કપમાં ભારત માટે હાઇએસ્ટ વિકેટ ટેકર બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે 33 વિકેટ લઈને અર્શદીપ સિંહ અને રવિચંદ્રન અશ્વિન (32-32 વિકેટ)ને પાછળ છોડ્યા. હાર્દિક પંડ્યા 29 વિકેટ સાથે ચોથા અને રવીન્દ્ર જાડેજા 22 વિકેટ સાથે પાંચમા સ્થાને છે. 7. વરુણે સૌથી વધુ વખત સતત મેચમાં વિકેટ લીધી વરુણ ચક્રવર્તીએ T20 ઇન્ટરનેશનલમાં સતત 18 ઇનિંગ્સમાં વિકેટ લઈને ભારત માટે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે અર્શદીપ સિંહ (17)નો રેકોર્ડ તોડ્યો. આ યાદીમાં આશિષ નેહરા (13), વોશિંગ્ટન સુંદર (11) પણ સામેલ છે. એટલે કે, સતત મેચમાં વિકેટ લેવાના મામલે વરુણ હવે ભારતના નંબર-1 બોલર બની ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *