જો તમારી પાસે પણ મીશોના શેર પડ્યા હોય તો આ સમાચાર ખાસ વાંચી લેજો! એક્સપર્ટે જણાવી દીધી અંદરની વાત – meesho share price fall gm resignation lock in expiry 2026 | વેપાર
Share Market News: ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો (Meesho)ના શેરમાં 8 જાન્યુઆરી 2026ના રોજ ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન શેર લગભગ 5 ટકા તૂટીને ₹165ના સ્તર સુધી પહોંચી ગયો હતો. આ સતત ત્રીજો ટ્રેડિંગ દિવસ એવો રહ્યો છે, જ્યારે મીશોનો શેર લાલ નિશાનમાં રહ્યો. ડિસેમ્બરમાં બનેલા ₹254.40ના ઓલ ટાઈમ હાઈથી અત્યાર સુધીમાં શેરમાં 35 ટકાથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે, જેના કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. શેરમાં આવેલા આ ઘટાડાની સીધી અસર મીશો (Meesho)ના માર્કેટ કેપિટલાઈઝેશન પર પડી છે. અત્યાર સુધીમાં ₹40,000 કરોડથી વધારેની વેલ્યૂ સાફ થઈ ચૂકી છે. હાલ શેર તેના લિસ્ટિંગ પ્રાઈસ ₹162.50ની બહુ નજીક આવી ગયો છે, જેના કારણે ખાસ કરીને શોર્ટ ટર્મ રોકાણકારોમાં ચિંતા વધી છે.
