ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના ડિવોર્સ:એનિવર્સરી પહેલાં રાહુલ ચહર-ઈશાની અલગ થયા; ક્રિકેટરે લખ્યું- ભારે કિંમત ચૂકવવી પડી, જીવનના આ તબક્કાનો અંત આવ્યો




ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના 4 વર્ષ પૂરા થવા પહેલાં જ રાહુલ અને ઈશાનીએ ડિવોર્સ લીધા છે. ઈન્ડિયન ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા રાહુલ ચહરે જણાવ્યું કે તેણે તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી પૂરી કરવાની સાથે જ તે પોતાની જિંદગીના આ ચેપ્ટરને બંધ કરી રહ્યો છે. છેલ્લા 15 મહિનાથી ડિવોર્સની પ્રક્રિયા ચાલી રહી હતી ટીમ ઈન્ડિયા માટે 7 ઇન્ટરનેશનલ મેચમાં 10 વિકેટ લેનાર 26 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચહરે શુક્રવાર 20 ફેબ્રુઆરીના રોજ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર ખુલાસો કર્યો કે છેલ્લા 15 મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહી હતી. માત્ર 22 વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાનારા રાહુલે પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે નાની ઉંમરે જ લગ્ન કરી લીધા હતા અને તે સમય સુધી તેઓ પોતાનું મહત્વ અને પોતાના જીવનની પૂરી રીતે સમજ પણ ધરાવતો નહોતો. પરંતુ ત્યારબાદ તેને એવા પાઠ શીખવા મળ્યા જેની તેણે ક્યારેય અપેક્ષા નહોતી કરી. લગ્નના 4 વર્ષ થાય, એની પહેલાં જ છૂટાછેડા લીધા રાહુલ ચાહર અને ઈશાની જોહરે 9 માર્ચ 2022ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. આમાં બંનેના પરિવારના સભ્યો જ સામેલ હતા. જેમાં રાહુલના પિતરાઈ ભાઈ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર પણ સામેલ હતો. આ લગ્નની ત્યારે ખૂબ ચર્ચા થઈ હતી કારણ કે રાહુલ તે સમયે IPLથી હિટ થયો હતો અને ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી રહ્યો હતો. સાથે જ તે સમયે પણ તેની નાની ઉંમરની ઘણી ચર્ચા થઈ હતી. હવે લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા જ તેમનો સંબંધ તૂટી ગયો છે. ‘મારા જીવનના આ તબક્કાનો અંત આવ્યો’ હવે રાહુલ-ઈશાનીના લગ્ન કેમ તૂટ્યા, તેનું કોઈ કારણ તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું નથી. જોકે ભારતીય ક્રિકેટરે એ જરૂર કહ્યું કે તે પૂરી સ્પષ્ટતા સાથે આગળ વધી રહ્યો છે. રાહુલે લખ્યું, ‘છેલ્લા 15 મહિના કોર્ટના ચક્કર કાપવામાં, ધૈર્ય, લચીલાપણું અને સત્યમાંથી મળતી તાકાતને શીખવામાં વીત્યા. આજે, મારી જિંદગીનો આ પાઠ પૂરો થઈ રહ્યો છે. યોગ્ય કાનૂની પ્રક્રિયા બાદ, મામલો થાળે પડ્યો છે જેની મોટી કિંમત ચૂકવવી પડી અને મારા જીવનના આ તબક્કાનો અંત આવ્યો છે. હું આ પ્રકરણને ગુસ્સા કે પસ્તાવા સાથે નહીં, પરંતુ સ્પષ્ટતા સાથે બંધ કરી રહ્યો છું.’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *