ટેક્નોલોજીથી ખેતીમાં આવક અને ઉત્પાદન વધ્યું – Technology has increased income and production in agriculture |
રણછોડજીની સફળતાની સફર પ્રેરણાથી શરૂ થઈ હતી. બનાસકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂતની સફળતા જોઈ તેઓ પ્રભાવિત થયા અને બાગાયતી ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેમણે પોતાની અંદાજે 10 વીઘા જમીનમાં તરબૂચ, શક્કરટેટી, ટામેટા, મરચાં અને ગલગોટા જેવા રોકડિયા પાકોનું વાવેતર શરૂ કર્યું. શરૂઆતમાં પડકારો આવ્યા, પરંતુ યોગ્ય આયોજન અને મહેનતના કારણે તેઓ ધીમે ધીમે સફળતા તરફ આગળ વધ્યા હતા.
