ટ્રમ્પના ટેરિફથી પણ ન તૂટ્યો આ શેર, 2 મહિનામાં આપ્યું 375% રિટર્ન; આજે તો માર્કેટમાં બૂમ પડાવી – cian agro industries and infra shares hit upper circuit stock surge 375 percent in two months | વેપાર


Last Updated:

Stock Market News: આજે અમે એવાએક પેની સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ટ્રમ્પ ટેરિફ, ગ્લોબલ અનિશ્ચિતતા હોવા છતાં 2 મહિનામાં જ તેના રોકાણકારોને 350 ટકાથી વધારે રિટર્ન આપી ચૂક્યો છે. આ કંપનીનું માર્કેટ કેપ 5.66 હજાર કરોડ રૂપિયા છે.

ટ્રમ્પના ટેરિફથી પણ ન તૂટ્યો આ શેર (AI Photo)ટ્રમ્પના ટેરિફથી પણ ન તૂટ્યો આ શેર (AI Photo)
ટ્રમ્પના ટેરિફથી પણ ન તૂટ્યો આ શેર (AI Photo)

Multibagger Stock: અત્યાર સુધીમાં તમે ઘણીવાર મલ્ટિબેગર પેની સ્ટોક વિશે જરૂર સાંભળ્યું હશે. આ ઓછી કિંમતના સ્ટોક્સ ટૂંકા ગાળામાં તેના રોકાણકારોને ભારે રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. જોકે, બધા પેની સ્ટોક્સ આવું કરવામાં સફળ થતા નથી. ઘણા પેની સ્ટોકમાં રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડે છે. જોકે, નાની પૂંજી ધરાવતા કેટલાક સ્ટોક એવા પણ છે, જેણે તેના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.

ટ્રમ્પ ટેરિફની ન પડી અસર

આજે અમે એવા જ એક પેની સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ટ્રમ્પ ટેરિફ, ગ્લોબલ અનિશ્ચિતતા હોવા છતાં 2 મહિનામાં જ તેના રોકાણકારોને 350 ટકાથી વધારે રિટર્ન આપી ચૂક્યો છે. આ કંપનીનું માર્કેટ કેપ 5.66 હજાર કરોડ રૂપિયા છે. તો તેનો પ્રોફિટ-ટૂ-અર્નિંગ રેશ્યો (P/E) 60 છે, જે વધારે છે.

શેરમાં 5 ટકાનો ઉછાળો

ખરેખર, અમે મલ્ટિબેગર સ્ટોક સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ. આજે આ સ્ટોકમાં 5%નું અપર સર્કિટ લાગ્યું છે. સોમવારે BSE પર સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 2,023.20 રૂપિયાના સ્તરે ખુલ્યો, જે શુક્રવારના ક્લોઝિંગ ભાવ 1,926.90 રૂપિયા કરતાં 5% વધારે છે.

2 મહિનામાં 375%નું રિટર્ન

આ સ્ટોકે છેલ્લા બે મહિનામાં 375%નો વધારો નોંધાવ્યો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં 466%નું ભારે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. કંપનીએ 26 સપ્ટેમ્બરે એક એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક પરિણામો રજૂ કરવા માટે 1 ઓક્ટોબરથી 48 કલાક માટે ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે.

Q1માં કેવી હતી કંપનીની સ્થિતિ?

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ ઓપરેશનમાંથી આવકમાં 2820%નો શાનદાર વધારો હાંસલ કર્યો હતો, જે 511 કરોડ રૂપિયા નોંધાયો હતો. ગત વર્ષના સમાન સમયગાળામાં આ 17.5% હતો. ત્રિમાસિક ધોરણે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 4%નો વધારો નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ 2024-25ના છેલ્લા ત્રિમાસિકમાં 490 કરોડ રૂપિયા હતો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *