ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને રદ કર્યા બાદ કયા શેરોમાં આવશે બુલરન? એક્સપર્ટે આપી દીધા નામ- Which stocks will see bullish run after Donald Trump’s tariffs are repealed? Experts name them |
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, શાહ કહે છે કે, શરૂઆતમાં બજારમાં તેજી જોવા મળી શકે છે, પણ સાચી કસોટી 25,950થી 26,000ના રેઝિસ્ટન્સ લેવલ પર થશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી નિફ્ટી એક નિશ્ચિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે, જો નિફ્ટી 26,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી જાય અને ત્યાં ટકી રહે, તો બજારમાં નવા બુલ રનની શરૂઆત થઈ શકે છે. જો ઇન્ડેક્સ ઉપરના લેવલ પર વેચવાલીનો દબાણ આવે, તો બજાર ફરી કન્સોલિડેશન મોડમાં જઈ શકે છે.
