દિવાળીમાં ગિફ્ટિંગ માટે કેન્ડલ બુકે બન્યું લોકોનું ફેવરિટ ઓપ્શન, સુંદર દેખાવની સાથે આપશે સુગંધિત અહેસાસ – Candle bouquets become peoples favorite option for Diwali 2025 gifting beautiful appearance give fragrant feeling | સુરત
Last Updated:
દિવાળી 2025માં પરંપરાગત મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સને બદલે કેન્ડલ બુકે ગિફ્ટિંગની નવી પસંદગી બન્યું છે. આ બુકે ફૂલોના બુકે જેવું દેખાય છે, પરંતુ તેમાં લવેન્ડર, રોઝ, સેન્ડલવુડ અને વેનિલા જેવી સુગંધવાળી 5 થી 10 કેન્ડલ્સ હોય છે, જે તહેવારના માહોલને રમણીય બનાવે છે.
સુરત: દિવાળી, પ્રકાશનો તહેવાર, આ વર્ષે નવો ગિફ્ટિંગ ટ્રેન્ડ લઈને આવ્યો છે. પરંપરાગત મીઠાઈ અને ડ્રાયફ્રૂટ્સની બદલે હવે કેન્ડલ બુકે લોકોની પસંદગી બની ગયું છે. આ આધુનિક અને સ્ટાઈલિશ ગિફ્ટ દિવાળીના તહેવારના માહોલને વધુ વિશિષ્ટ બનાવે છે. કેન્ડલ બુકે દેખાવમાં ફૂલોના બુકે જેવું હોય છે, પરંતુ તેમાં રંગબેરંગી અને સુગંધિત કેન્ડલ્સનો સમાવેશ થાય છે, જે તેને અનોખું અને ઉપયોગી બનાવે છે.
કેન્ડલ બુકેમાં 5 થી 10 કેન્ડલ્સ હોય છે, જેમાં દરેક કેન્ડલ અલગ-અલગ સુગંધ જેમ કે લવૅન્ડર, રોઝ, સેન્ડલવુડ અને વેનિલા ધરાવે છે. આ સુગંધો તહેવારના વાતાવરણને વધુ સુખદ બનાવે છે. આકર્ષક ડિઝાઇન અને સુંદર પેકેજિંગને કારણે આ બુકે ગિફ્ટ તરીકે ખૂબ પસંદ કરવામાં આવે છે. ફ્લોરિસ્ટ્સ અને ક્રાફ્ટ આર્ટિસ્ટ્સ દ્વારા બનાવાતા આ બુકેની કિંમત 1000 થી 2000 રૂપિયા સુધી હોય છે, જ્યારે એક કેન્ડલની કિંમત આશરે 200 રૂપિયા હોય છે.

કેન્ડલ બુકેની માંગ લોકલ માર્કેટ ઉપરાંત સોશ્યલ મીડિયા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ વધતી જાય છે. ગિફ્ટિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા આર્ટિસ્ટોના મતે, આ ઇનોવેટિવ ગિફ્ટ લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. પર્સનલ ગિફ્ટિંગથી લઈને કોર્પોરેટ સેક્ટરમાં પણ કંપનીઓ આવા યુનિક અને ક્રિએટિવ ગિફ્ટ પસંદ કરી રહી છે, કારણ કે સામાન્ય ફૂલોના બુકેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી, જ્યારે કેન્ડલ બુકે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.

આજના યુગમાં મહિલાઓ હોમ બિઝનેસ દ્વારા ક્રિએટિવ આર્ટથી કમાણી કરી રહી છે. સુરતના અડાજણ વિસ્તારની જીનલ સોની, જેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, તેમણે પોતાના શોખને વ્યવસાયમાં બદલીને કેન્ડલ બુકે બનાવવાનું શરૂ કર્યું છે. તેમની નેચરલ ફ્રેગરન્સવાળી કેન્ડલ્સ લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે. જીનલ સોનીને હાલ બલ્ક ઓર્ડર્સ મળી રહ્યા છે, જે તેમની કલાત્મકતા અને સમર્પણને દર્શાવે છે.

જીનલ સોનીએ જણાવ્યું હતું કે, “એક વર્ષથી હું કેન્ડલ મેકિંગના વ્યવસાય સાથે જોડાયેલી છું. કેન્ડલ બુકેનો કોન્સેપ્ટ લોકોને આકર્ષે છે, કારણ કે ફૂલોના બુકેનો બીજા દિવસે ઉપયોગ થઈ શકતો નથી, જ્યારે કેન્ડલ બુકે જરૂરિયાત મુજબ ઉપયોગી રહે છે. લવૅન્ડર, રોઝ, સેન્ડલવુડ જેવી ફ્રેગરન્સથી બનાવેલા આ બુકે લાંબા સમય સુધી ટકે છે. તેની કિંમત 1000 રૂપિયાથી શરૂ થાય છે, અને એક કેન્ડલની કિંમત 200 રૂપિયા છે.”
October 06, 2025 4:43 PM IST
દિવાળીમાં ગિફ્ટિંગ માટે કેન્ડલ બુકે બન્યું લોકોનું ફેવરિટ ઓપ્શન, સુંદર દેખાવની સાથે આપશે સુગંધિત અહેસાસ