દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશો, ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર – You can burst crackers for only 2 hours during Diwali, Gujarat government guidelines announced | અમદાવાદ


Last Updated:

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દિવાળીના તહેવારને લઈ ગુજરાતના નાગરિકો ઉત્સાહિત છે, આને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી દીધી છે.

દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશોદિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશો
દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશો

Diwali 2025 : દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

દિવાળીના તહેવારને લઈ ગુજરાતના નાગરિકો ઉત્સાહિત છે, આને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ આજે 13 ઓક્ટોબરના રોજ જ જાહેર કરી દીધી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ પર્યાવરણ પર વિપરીત અસર અને આગ લાગવાના બનાવો ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત સરકારે વધુ ઘોંઘાટ કરતાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

આ ફટાકડા પર પ્રતિબંધ

માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન તથા ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

દિવાળી પર સમય મર્યાદા: પ્રદૂષણ નિયંત્રણ માટે મોટો નિર્ણય

દિવાળી એ પ્રકાશ અને આનંદનો તહેવાર છે, પરંતુ ફટાકડાના અતિશય ઉપયોગથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર જોખમી હદે વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે નાગરિકોના જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે: રાત્રે 8:00 થી 10:00 કલાક સુધી. આ ઉપરાંત, ક્રિસમસ અને નૂતન વર્ષ જેવા અન્ય તહેવારો માટે પણ ચોક્કસ સમયગાળો નક્કી કરાયો છે: આ તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે 23:55 (11:55 PM) થી 00:30 (12:30 AM) કલાક સુધી જ ફોડી શકાશે.

પ્રતિબંધિત ફટાકડા અને વેચાણના નિયમો

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ ફેલાવતા અને અવાજ પ્રદૂષણ વધારતા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન કરાવવા માટે નીચે મુજબના નિયમો જાહેર કરાયા છે:

  • ગ્રીન ક્રેકર્સ ફરજિયાત: માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન અને ઓછું એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે.
  • હાનિકારક ફટાકડા પર પ્રતિબંધ: ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ચાઇનીઝ ફટાકડા પર મનાઈ: રાજ્ય સરકારે વિદેશી કે ચાઇનીઝ ફટાકડાની આયાત અને વેચાણ પર સખત પ્રતિબંધ મૂક્યો છે.
  • બેરીયમ પર પ્રતિબંધ: ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
  • ઓનલાઈન વેચાણ પ્રતિબંધિત: તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • વેચાણ નિયમો: ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનરોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જરૂરી પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડીને આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *