નડિયાદમાં SMCના જુગારધામ પર દરોડાથી સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં: મિલીભગતની આશંકા વચ્ચે 19 જુગારીઓ ઝડપાયા – Local police under suspicion after raid on SMC gambling den in Nadiad: 19 gamblers arrested amid suspicion of collusion | અમદાવાદ


Last Updated:

ગાંધીનગરની SMCએ નડિયાદમાં જુગારધામ પર દરોડો પાડી 19 શખ્સોને પકડ્યા અને ₹5,77,620નો જપ્ત મુદ્દામાલ મેળવ્યો. આ કાર્યવાહી સ્થાનિક પોલીસની સંડોવણી અથવા નિષ્ફળતા તરફ ઈશારો કરે છે.

નડિયાદ SMC દરોડા
નડિયાદ SMC દરોડા

નડિયાદ: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ખેડા જિલ્લાના નડિયાદમાં જુગારની બદીને નાથવા માટે એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 18-19 જાન્યુઆરીની મધ્યરાત્રિએ મળેલી ચોક્કસ બાતમીના આધારે, SMCના પી.આઈ. એ.જે. ચૌહાણ અને તેમની ટીમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ફૈઝાન પાર્કની પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાં મોટા પાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 19 જેટલા શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિત કુલ ₹5,77,620નો તોતિંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં ₹1,00,520ની રોકડ રકમ, ₹61,500ની કિંમતના 15 મોબાઈલ ફોન અને ₹4,15,000ની કિંમતના 6 વાહનોનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા આરોપીઓ માત્ર સ્થાનિક નડિયાદના જ નહીં, પરંતુ અમદાવાદ, વડોદરા, આણંદ, ધોળકા અને ઉમરેઠ જેવા અલગ-અલગ શહેરોમાંથી અહીં જુગાર રમવા એકઠા થયા હતા. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં મહોમ્મદ ઈકબાલ (રોમી), જાવેદખાન પઠાણ, રિયાઝુદ્દીન અન્સારી (વડોદરા) અને કૌશલ જૈન (અમદાવાદ) જેવા શખ્સોનો સમાવેશ થાય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલા મોટા પાયે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હોય અને સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત ગળે ઊતરે તેવી નથી. ચર્ચાઈ રહ્યું છે કે આ જુગારધામ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ અથવા સીધી મિલીભગતથી જ ચાલી રહ્યું હતું. અમદાવાદ, વડોદરા, આણંદ અને ધોળકા જેવા દૂરના શહેરોમાંથી જુગારીઓ અહીં રમવા આવતા હતા, જે દર્શાવે છે કે આ નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું. SMCના દરોડાએ સ્થાનિક પોલીસના બાતમીદારો અને પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે.

દરોડા દરમિયાન પોલીસે રોકડ, 15 મોબાઈલ અને 6 વાહનો સહિત કુલ ₹5,77,620નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહોમ્મદ ઈકબાલ, જાવેદખાન પઠાણ સહિત 19 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત યાસીન વ્હોરા સહિત 6 આરોપીઓ અને 12-13 અજાણ્યા ઈસમો વોન્ટેડ જાહેર કરાયા છે. SMCની આ કાર્યવાહી બાદ હવે ખાતાકીય તપાસનો રેલો સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ હંમેશા સ્થાનિક પોલીસની નિષ્ફળતા અથવા સંડોવણી તરફ ઈશારો કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *