નમો સ્ટેડિયમમાં ઈન્ડિયન ટીમની જીતના હીરોઝ:દુબેએ ટીમની લાજ રાખી, હાર્દિક-વરુણે પણ સાથ આપ્યો; ભારતીય મૂળના આર્યન દત્તે ભારતના ટૉપ ઓર્ડરને પેવેલિયન ભેગા કર્યા




ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જ્યારે ટૉસ જીત્યો, ત્યારે બધાને લાગતું હતું કે આજે તો ભારતીય ટીમ 220 સ્કોર કરશે અથવા 250 સુધી પણ પહોંચી શકશે…પણ જે પાયો નાખે આવા સ્કોરનો, તે પહેલી ઓવરમાં જ પડી ભાંગ્યો. વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ સતત ત્રીજી મેચમાં મીંડું મુકાવ્યું. તેને આર્યન દત્તે બોલ્ડ કર્યો. આ પછી ઈશાન કિશન અને તિલક વર્માએ થોડી ધીરજ સાથે બેટિંગ કરી. જોકે ઈશાન કિશન પણ પાવરપ્લેની અંદર જ બોલ્ડ થયો. આ પછી સૂર્યા અને તિલકની જોડી સાવ ધીમું રમવા લાગી..જાણે કે ODI ફોર્મેટ હોય…નેધરલેન્ડ્સના બોલર્સ સામે આ બન્ને બેટર્સ રમી જ શકતા નહોતા. તિલક પણ આઉટ થયો..એના પછી આવ્યો દુબે…શરૂઆતના 11 બોલ સુધી તો એના બેટેથી પણ રન નહોતા બનતા. પણ પછી જે તેણે કૌવત દેખાડ્યું છે…તે આપણે બધાએ જ જોયું. આમ, ભારતે નેધરલેન્ડ્સ સામે 20 ઓવરની નિર્ધારિત ગેમમાં 6 વિકેટે 193 રન બનાવ્યા. ટીમે ડચ ટીમને 194 રનનો ટાર્ગેટ આપ્યો. જેની સામે નેધરલેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી. આમ ભારતે લીગની છેલ્લી મેચ 17 રને જીતી લીધી. અમદાવાદમાં રમાયેલી ભારત અને નેધરલેન્ડ્સ ટીમ વચ્ચેની મેચ એનાલિસિસ જાણીએ… ટીમ ઈન્ડિયાની જીતના હીરોઝ… શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે શિવમ દુબે જ્યારે ક્રિઝ પર આવ્યો, ત્યારે ટીમનો સ્કોર 9 ઓવરમાં 69/3 હતો. એક તરફ રનરેટ ટીમનો સાવ સ્લો હતો. એ સમયે શિવમ દુબેએ આવીને પહેલા થોડો સેટ થયો. પછી જ્યારે તેણે લય મેળવી, તે વખતથી તેણે સતત બાઉન્ડરી મારવાનું ચાલુ રાખ્યું અને માત્ર 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી. એક છેડેથી જ્યારે રન આવતા નહોતા, ત્યારે બીજે છેડેથી શિવમે ફટકાબાજી કરીને ટીમના સ્કોરને 17 ઓવરમાં 150ને પાર પહોંચાડી દીધો. દુબેએ ચોગ્ગો ફટકારીને પોતાની T20 વર્લ્ડ કપમાં પહેલી હાફ સેન્ચુરી ફટકારી. ઉપરાંત તેણે T20I કરિયરની છઠ્ઠી ફિફ્ટી પણ ફટકારી. તેણે 31 બોલમાં 66 રન ફટકાર્યા. તેની આ તોફાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 212.90નો રહ્યો હતો. હાર્દિક સાથે તેણે 35 બોલમાં 76 રનની પાર્ટનરશીપ પણ કરી. બોલિંગમાં પણ આજે તેનો દિવસ રહ્યો હતો. બોલિંગમાં શિવમ દુબેએ 3 ઓવર નાખી હતી અને 2 વિકેટ પણ ઝડપી હતી. આમ તેના ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ઇનિંગમાં ત્રણ બાઉન્ડરી ફટકારી. પણ તે ત્રણેય છગ્ગા જ આવ્યા. હાર્દિકે દુબેનો સાથ આપ્યો અને સમયાંતરે બે રન પણ દોડ્યા સાથે સિંગલ્સ પણ લીધા. પંડ્યાએ શિવમ દુબે સાથે 35 બોલમાં 76 રનની ભાગીદારી કરી. બોલિંગમાં હાર્દિક પંડ્યા હાર્દિકે બોલિંગમાં પણ પોતાનો જલવો ચાલુ રાખ્યો. તેણે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી. તેણે ડચ ઓપનર માઇકલ લેવિટને આઉટ કર્યો હતો. વરુણ ચક્રવર્તી ઈન્ડિયન ટીમનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ પોતાની સ્પિન જાળમાં ડચ પ્લેયર્સને બરાબરના ફસાવ્યા હતા. વરુણની મિસ્ટ્રી સામે ન્યૂઝીલેન્ડના બેટર્સ તેના બોલને સમજી પણ નહોતા શકતા. વરુણ રન તો આપ્યા નહીં, પણ સામે વિકેટો પણ લઈ રાખતો હતો. વરુણ ચક્રવર્તીએ તેની ત્રણ ઓવરની સ્પેલમાં માત્ર 9 રન આપ્યા અને 3 મહત્ત્વની વિકેટ ઝડપી. તેણે મેક્સ ઑ ડાઉડ, કોલીન એકરમેન અને આર્યન દત્તને પેવેલિયન ભેગા કર્યા હતા. નેધરલેન્ડ્સ માટે કોણે લડત આપી..? નેધરલેન્ડ્સ માટે બે બોલર્સે ખૂબ જ ઇકોનોમીકલ બોલિંગ કરી. પહેલો આર્યન દત્ત અને બીજો છે બાસ ડે લીડ. આર્યન દત્તે જ ભારતને પાવરપ્લેમાં ઝટકા આપ્યા. તેણે ટીમના બન્ને વિસ્ફોટક ઓપનર્સ અભિષેક શર્મા (0) અને ઈશાન કિશન (18 રન)ને બોલ્ડ કર્યા. તેણે પોતાની 4 ઓવરની સ્પેલમાં માત્ર 19 રન જ આપ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આર્યન દત્તના સ્પેલના કારણે જ ઈન્ડિયન ટીમ 200ને પાર પહોંચી શકી નહીં. તો બાસ ડે લીડે વિકેટ નહોતી લીધી. પણ તેણે ભારતીય બેટર્સને બાંધી રાખ્યા હતા. તેણે પોતાની 4 ઓવરની સ્પેલમાં માત્ર 28 રન આપ્યા હતા. તેણે ઈન્ડિયન બેટર્સ પણ દબાણ જાળવી રાખ્યું અને તેમને મુક્તપણે લાંબા શોટ્સ ફટકારવા દીધા નહોતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *