નામિબિયાઈ કેપ્ટન ઉપર ધડામ દઈને પડ્યો હાર્દિક, VIDEO:ચાલુ મેચે મેદાન વચ્ચે જ કર્યા પુશ-અપ્સ, ભારતે 47મી વખત 200+ સ્કોર બનાવ્યો, પંડ્યાની 109 મીટર લાંબી સિક્સર




ભારતે નામિબિયાને 93 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી. ટીમે આ ફોર્મેટમાં 47મી વખત 200+ સ્કોરનો આંકડો પાર કર્યો. જ્યારે હાર્દિક પંડ્યાએ 109 મીટર લાંબી સિક્સર ફટકારી. ગુરુવારે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 9 વિકેટે 209 રન બનાવ્યા. ઈશાન કિશને 20 બોલમાં ફિફ્ટી ફટકારી. 210 રનનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. વાંચો IND Vs NAM મેચના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. સતત 10મી જીતનો રેકોર્ડ ભારતે ટી-20 વર્લ્ડ કપમાં સતત 10મી જીત નોંધાવીને ટુર્નામેન્ટના ઇતિહાસનો નવો રેકોર્ડ બનાવ્યો. આ જીતનો સિલસિલો 2024 સીઝનથી શરૂ થયો હતો. બીજા સ્થાને સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે, જેમણે આઠ-આઠ સતત જીત નોંધાવી છે. 2. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત ભારતે 93 રનથી જીત નોંધાવીને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલા ટીમની સૌથી મોટી જીત 2012માં કોલંબોમાં ઇંગ્લેન્ડ સામે 90 રનથી હતી. 3. ભારતે ટી-20 વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી મોટો ટોટલ બનાવ્યો ભારતે ટી-20 વર્લ્ડ કપ ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ટીમે 20 ઓવરમાં 209/9 રન બનાવ્યા. આ યાદીમાં ભારતનો જ 2007માં ઇંગ્લેન્ડ સામે બનાવેલો 218/4નો સ્કોર ટોપ પર છે. 4. ભારતે 47મી વખત 200+ સ્કોર બનાવ્યો ભારતે ટી-20 ઇન્ટરનેશનલમાં 47મી વખત 200થી વધુ રન બનાવ્યા. આ કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. સાઉથ આફ્રિકા (29) અને ન્યુઝીલેન્ડ (28) આ યાદીમાં પાછળ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝે 25-25 વખત આ આંકડો પાર કર્યો છે. ખાસ વાત એ છે કે ટી-20 વર્લ્ડ કપ 2024 પછી ભારતે 14 વખત 200+ સ્કોર બનાવ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ટીમે સાતથી વધુ વખત આ સિદ્ધિ મેળવી નથી. 5. ઈશાનની 20 બોલમાં ફિફ્ટી ઈશાન કિશને 20 બોલમાં ફિફ્ટી ફટકારી. ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે સંયુક્ત રીતે આ પાંચમી સૌથી ઝડપી ફિફ્ટી રહી. આ યાદીમાં ટોચ પર યુવરાજ સિંહની 12 બોલની ઐતિહાસિક ઇનિંગ્સ છે. ઈશાને પાવરપ્લેની અંદર ફિફ્ટી પૂરી કરીને ટી-20 વર્લ્ડ કપમાં આવું કરનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવી લીધું. તેના પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલે આ સિદ્ધિ મેળવી છે. 6. સંજુ વર્લ્ડ કપ રમનાર બીજા સૌથી મોટી ઉંમરનો ભારતીય સંજુ સેમસન ટી-20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર ભારતના બીજા સૌથી મોટી વયનો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર ડેબ્યૂ સમયે 31 વર્ષ 93 દિવસ હતી. તેમની આગળ માત્ર અમિત મિશ્રા છે, જેમણે 2014માં 31 વર્ષ 117 દિવસની ઉંમરે ટી-20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. 7. ઇરાસ્મસે 4 વિકેટ લીધી નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે દિલ્હીમાં ભારત સામે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ચાર વિકેટ લેનારા બોલરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમની પહેલા રાશિદ ખાન, ડેનિયલ વિટોરી અને ઝીશાન મકસૂદ આવું કરી ચૂક્યા છે. આ ઉપરાંત, ઇરાસ્મસ ભારત સામે ટી-20 વર્લ્ડ કપમાં ચાર વિકેટ લેનારા ચોથા બોલર બન્યો. તેમની પહેલા મિચેલ સેન્ટનર (4/11) આવું કરી ચૂક્યા છે. હવે મોમેન્ટ્સ 1. ફ્રી હિટ પર બુમરાહે કર્યો ક્લીન બોલ્ડ 7મી ઓવરના ત્રીજા બોલ પર જસપ્રીત બુમરાહે લોરેન સ્ટીનકેમ્પને બોલ્ડ કર્યો, પરંતુ તે પહેલાનો બોલ નો-બોલ હતો. ફ્રી હિટ હોવાને કારણે બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો ન હતો. 2. વરુણ ચક્રવર્તીએ પહેલા બોલ પર વિકેટ લીધી 8મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા વરુણ ચક્રવર્તીએ પહેલા જ બોલ પર લોરેન સ્ટીનકેમ્પને ક્લીન બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી. તેનો ફ્લાઇટેડ બોલ ગુગલી મિડલ સ્ટમ્પ પર પીચ થઈને અંદરની તરફ વળ્યો. બેટ્સમેન ડ્રાઇવ કરવાના પ્રયાસમાં ચૂકી ગયો અને બોલ મિડલ-લેગ સ્ટમ્પ સાથે અથડાયો. 3. હાર્દિક અને ઇરાસ્મસની ટક્કર 12મી ઓવરના છેલ્લા બોલ પર શિવમ દુબેએ શોટ રમ્યો. બોલ રોકવાના પ્રયાસમાં કેપ્ટન જેરાર્ડ ઇરાસ્મસ હાર્દિક પંડ્યા સાથે અથડાયા. અથડામણ સાથે જ નામિબિયાઈ કેપ્ટને મેદાન વચ્ચે જ હાર્દિકને પીઠ પર રાખી પુશ-અપ્સ કર્યા, જોકે, તરત જ બંને ખેલાડીઓ ઊભા થઈ ગયા અને હાથ મિલાવીને ખેલદિલી બતાવી. 4. દુબેનો 107 મીટર લાંબો સિક્સ 14મી ઓવરના પહેલા બોલ પર શિવમ દુબેએ 107 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. બર્નાર્ડ સ્કોલ્ટ્ઝની સ્ટમ્પ લાઇન બોલને તેમણે મિડવિકેટ ઉપર ટોપ ટિયરમાં પહોંચાડી દીધો. બોલ ટ્રેકરે 107 મીટરનું અંતર નોંધાવ્યું. 5. હાર્દિકનો 109 મીટરનો મોન્સ્ટર સિક્સ 14મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ 109 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલને તેણે લોંગ-ઓફ ઉપર સ્ટેન્ડ્સમાં મોકલ્યો. 6. બુમરાહનો ડાઇવિંગ કેચ 13મી ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલે મલાન ક્રુગરને આઉટ કર્યો. ક્રુગરનો સ્વીપ શોટ બરાબર કનેક્ટ થયો નહીં અને બોલ શોર્ટ ફાઇન લેગ તરફ હવામાં ઉછળ્યો. ત્યાં જસપ્રીત બુમરાહે પાછળ દોડતા ડાબી બાજુએ શાનદાર ડાઇવ લગાવી અને શાનદાર કેચ પકડ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *