પાકિસ્તાન પર બહિષ્કારની શું અસર થશે:ગ્રુપ-સ્ટેજમાં જ બહાર થવાનો ખતરો, ICC પ્રતિબંધ લગાવી શકે છે; ભવિષ્યમાં યજમાની મળવી મુશ્કેલ




પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન સરકારે રવિવારે કહ્યું કે તેમની ટીમ ટુર્નામેન્ટ રમશે, પરંતુ ભારત સામે નહીં ટકરાય. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કહ્યું કે PCB પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાન પર શું અસર થશે? અસર-1: ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનું જોખમ ICCની પ્લેઇંગ કન્ડિશન મુજબ મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાનનો જ રન રેટ ખરાબ થશે. 16.10.7 ક્લોઝમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના 20 ઓવરમાં 0 રન ગણાશે. જ્યારે ભારતનો એક પણ ઓવર કાઉન્ટ થશે નહીં. આનાથી પાકિસ્તાનનો રન રેટ બાકીની મેચો જીતીને પણ નેગેટિવમાં જઈ શકે છે. ગ્રુપ-એ માં ભારત અને પાકિસ્તાન ઉપરાંત નામિબિયા, નેધરલેન્ડ અને અમેરિકાની ટીમો છે. પાકિસ્તાન જો 3 માંથી એક પણ મેચ હારી જશે તો ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ જશે. અમેરિકા તો પાછલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવીને ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર પણ કરી ચૂક્યું છે. નેધરલેન્ડ પણ ICC ટુર્નામેન્ટમાં મોટા ઉલટફેર કરતું આવ્યું છે. અસર-2: વર્લ્ડ કપમાંથી ICC પ્રતિબંધિત કરી શકે છે ICCએ પાકિસ્તાનને તેના નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું છે. વર્લ્ડ બોડી હવે PCB ને પૂછશે કે તેમણે બહિષ્કાર શા માટે કર્યો? જો પાકિસ્તાને સંતોષકારક જવાબ ન આપ્યો તો ICC તેમને આ જ વર્લ્ડ કપમાંથી પ્રતિબંધિત પણ કરી શકે છે. આ પહેલા પણ 5 ટીમો વર્લ્ડ કપમાં મેચનો બહિષ્કાર કરી ચૂકી છે. અસર-3: PSLને NOC નહીં મળે પાકિસ્તાન આ મામલે સુરક્ષા કારણોનો હવાલો આપી શકશે નહીં, કારણ કે ટીમ તેની બધી મેચો ભારતને બદલે શ્રીલંકામાં રમવાની છે. PCBએ જો બાંગ્લાદેશને સપોર્ટ કરવાનું કારણ આપ્યું તો પણ ICC કાર્યવાહી કરી શકે છે. કારણ કે ICCએ પહેલાથી જ PCBને ધમકી આપી દીધી હતી કે જો બાંગ્લાદેશને સપોર્ટ કરવામાં આવશે તો પાકિસ્તાન સુપર લીગ (PSL)ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં મળે. અસર-4: નોકઆઉટ સ્ટેજમાં ભારત સામે આવ્યું તો પાકિસ્તાન શું કરશે? પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં તો ભારત સામે રમવાની ના પાડી દીધી, પરંતુ બોર્ડે એ સ્પષ્ટ નથી કર્યું કે જો નોકઆઉટમાં ટીમ ઇન્ડિયા સામે આવશે તો ટીમ રમશે કે નહીં? ICCના સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે પાકિસ્તાન પાસેથી જવાબ માંગવામાં આવશે. જો કારણ સંતોષકારક નહીં હોય તો PCB પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ PCBના નિર્ણય પર કહ્યું, અમે બસ વર્લ્ડ કપ રમવા માંગીએ છીએ. સરકારે જો કોઈ ટીમ સામે રમવા માટે ના પાડી દીધી તો અમે તેનું પાલન કરીશું. અમે ટુર્નામેન્ટમાં અમારી 100% રમત બતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અસર-5: ICC તરફથી યજમાની મળવી મુશ્કેલ પાકિસ્તાને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી હતી. દેશને 29 વર્ષ પછી કોઈ ICC ટુર્નામેન્ટની યજમાની મળી હતી. ICC હવે પાકિસ્તાનને ભવિષ્યમાં મળનારી યજમાનીમાંથી પણ હટાવી શકે છે. કારણ કે ભારત-પાકિસ્તાન મેચથી ICCની કમાણી વધતી. હવે મેચ નહીં થાય, તેનાથી ICCની આવક ઘટી શકે છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ICC હવે પાકિસ્તાનને મળનારા વાર્ષિક રેવન્યુ શેરને પણ ઘટાડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *