પાલક જ ભક્ષક! ભાઈની સગીર દીકરીને દત્તક લઈ વર્ષો સુધી રાક્ષસી કૃત્ય, રાત્રિના સમયે ગંદા વીડિયો બતાવતો- Adoption of brothers daughter and committing monstrous act for seven years Victims mother files complaint against disabled brother-in-law | રાજકોટ


Last Updated:

Rajkotમાં વિકલાંગ બાપે પોતાની સગી દીકરી અને ભત્રીજી સાથે વર્ષો સુધી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા, આરોપી ન્યાયિક કસ્ટડીમાં.

News18
News18

રાજકોટ: માનવતાને શર્મસાર કરતા વિકલાંગ બાપ દ્વારા સગીર દીકરી તથા ભત્રીજીનું વર્ષો સુધી શારીરિક શોષણ થતું હોવાના ગંભીર કેસમાં હાલ ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. ગઈકાલે સામે આવેલા આ પ્રકરણમાં સગી દીકરીએ પોતાના બાપ પર આરોપ લગાવ્યા હતા કે તે સતત 4 વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો હતો, બાદમાં સમગ્ર કેસની તપાસમાં આરોપીએ ભત્રીજી પર પણ આવી જ રીતે 7 વર્ષ વાસના સંતોષી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હાલ ભોગ બનનાર સગીરા(ભત્રીજી)ની 38 વર્ષીય માતાએ ફરી ફરિયાદ નોંધાવતા નવા તથ્યો સામે આવી રહ્યા છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, આ પ્રકરણની શરૂઆત પીડિત દીકરી માતા-પિતાનું ઘર છોડ્યા બાદ થઈ હતી, જે મામલે પોલીસને ફરિયાદ મળતા પોલીસે દીકરીની શોધખોળ કરી તેની પૂછપરછમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ માસૂમ દીકરી પોતાના પિતાની હવસનો શિકાર બનતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે આ આરોપોને આધારે નરાધમ પિતાની ધરપકડ કરી અને વધુ તપાસ કરી ત્યારે આરોપીએ તેની ભત્રીજી પર પણ છેલ્લા સાત વર્ષથી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું.

ભત્રીજીના કેસની પોલીસે તપાસ હાથ ધરતા તે જ્યારે માત્ર 10 વર્ષની ઉંમરની હતી. ત્યારે આ આરોપી(કાકા) દ્વારા તેના પર દુષ્કર્મ આચરવાનું શરૂ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. બાદમાં સમગ્ર મામલે આ દીકરી(આરોપીની ભત્રીજી)ની માતાને જાણ થતા તેઓએ પોતાના જેઠ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(F), 64(2)(M) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું છે કે, તે રોજગારીના કારણે પોતાના પતિ અને અન્ય બે નાની દીકરીઓ સાથે અગાઉ ગુજરાત બહાર રહેતી હોવાથી પોતાની મોટી દીકરી(ભોગબનનાર-ભત્રીજી)ને કૌટુંબિક સંબંધમાં આવતા આરોપી(જેઠ)ને સાચવવા માટે સોંપી હતી. ત્યારે આરોપી જેઠે પણ આ બાળકીને દત્તક સ્વીકારી તેને કાયમી રીતે સંભાળવાની ખાતરી આપી હતી. જોકે આ હવસખોર કાકાએ જ પોતાની કામના સંતોષવા રાક્ષસી કૃત્યને અંજામ આપવાનું શરૂ કર્યું હતું.

સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીની પોતાની સગી દીકરી અને ભોગ બનનાર સગીરા બંને એક જ રૂમમાં રહેતી હતી. રાત્રિના સમયે પોતાની સગી દીકરી સૂઈ ગયા બાદ આરોપી ભત્રીજી પાસે જતો અને તેને અશ્લીલ વિડિયો જોવા માટે મજબૂર કરી બાદમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. વધુમાં આરોપીએ પોતાની સગી દીકરી સાથે પણ ત્રણથી ચાર વર્ષ સુધી તથા ભત્રીજી વિરુદ્ધ સમાન રીતે છેલ્લા 7 વર્ષથી આ કુકર્મને અંજામ આપતો હોવાનો ખુલાસો થયો છે.

આ બાબતે કેસના તપાસ અધિકારી બી. આર. પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ અગાઉ દાખલ થયેલ ગુના સંદર્ભે તેને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બીજી ફરિયાદ અંગે સોમવારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીની માંગ કરવાની તૈયારી પણ દર્શાવી છે.

નોંધનીય છે કે, આ કેસની તપાસના ભાગરૂપે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવી રહી છે. આરોપીનો મોબાઇલ ફોન જપ્ત કરી એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર 17 વર્ષીય સગીરાની મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયા ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *