પિતાની લાશ પાસે બેસીને બહેન સાથે ચિકન ખાધું:બીજા લગ્નની વાતથી નારાજ પુત્રએ હત્યા કરી, બોડીને બ્લૂ ડ્રમમાં ભરીને સળગાવવાનો પ્લાન હતો




લખનઉની જાણીતી પેથોલોજીના માલિકની હત્યાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે વર્ધમાન પેથોલોજીના માલિક માનવેન્દ્ર સિંહના બીજા લગ્નની વાત ચાલી રહી હતી. આનાથી તેમનાં બાળકો ખૂબ નારાજ હતાં. આને કારણે પિતાની હત્યા કરીને લાશને બ્લૂ ડ્રમમાં ભરી દીધી. પોલીસ પૂછપરછમાં 21 વર્ષના આરોપી પુત્ર અક્ષત પ્રતાપ સિંહ ઉર્ફે રાજાએ કબૂલ્યું કે પિતાની હત્યા કર્યા પછી તે પોતાની કાકી પાસે ગયો. તેમની પાસેથી ચિકન અને પનીરનું શાક બનાવડાવ્યું. આ પછી પાછો આવ્યો અને લાશ પાસે બેસીને બહેન કૃતિ સાથે જમ્યો. કોઈને શંકા ન થાય, તેથી તેણે પોતાની દિનચર્યામાં કોઈ ફેરફાર કર્યો નહીં. બહેનને પરીક્ષા આપવા મોકલતો રહ્યો. લાશને ઠેકાણે પાડવા માટે ધારદાર હથિયાર અને બ્લૂ ડ્રમ ખરીદીને લાવ્યો. કાકી નમ્રતાને પણ રોજની જેમ મળતો રહ્યો, જેથી તેઓ રૂમમાં ન જાય. અત્યારસુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના જોઈને બહેન ખૂબ ડરી ગઈ હતી. આ કારણે તે કોઈને કંઈ કહી શકી નહીં. અક્ષતે પણ તેને ખૂબ ડરાવી-ધમકાવી હતી. આવી સ્થિતિમાં તે કોઈની સાથે વાત કરવાથી પણ ખચકાતી રહી. પુત્રએ આખી રાત જાગીને હત્યાનું કાવતરું ઘડ્યું
24 ફેબ્રુઆરીના રોજ પોલીસ આરોપી પુત્ર અક્ષતને સીન રિક્રિએશન માટે ઘરે લઈ ગઈ. આ દરમિયાન અક્ષત આસપાસના લોકોથી નજર ચોરતો રહ્યો. તેના ચહેરા પર કોઈપણ પ્રકારની ચિંતા કે પસ્તાવાનો ભાવ નહોતો. તેણે પોલીસને જણાવ્યું કે આખી રાત જાગીને પિતાની હત્યાનું આયોજન કર્યું. 20 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.30 વાગ્યે લાઇસન્સવાળી રાઇફલથી સૂતેલા પિતાના માથામાં ગોળી મારી દીધી. ત્યાં સુધી ત્યાં ઊભો રહ્યો, જ્યાં સુધી પિતાના શ્વાસ અટકી ન ગયા. પોતાની આંખોથી તેમને તરફડતા જોતો રહ્યો. ઘટના સમયે બહેન રૂમમાં હાજર હતી. પછી મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી. મૃતદેહને ત્રીજા માળેથી લાવીને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમના બાથરૂમમાં રાખ્યો. ધડના બે ટુકડા ન કરી શક્યો તો ડ્રમમાં ભર્યો
અક્ષતે જણાવ્યું- કરવત અને બ્લૂ ડ્રમ ખરીદીને લાવ્યો. બાથરૂમમાં કરવતથી હાથ-પગ કાપ્યા. આ દરમિયાન નળની ટોટી ખુલ્લી રાખી હતી, જેથી લોહી ગટરમાં વહી જાય. હાથ-પગ કાપ્યા પછી તેને પોલિથીનમાં રાખીને લગભગ 20 કિલોમીટર દૂર કાકોરીના સદરૌનામાં ફેંકી આવ્યો. ધડના બે ટુકડા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરી શક્યો નહીં. તેને ડ્રમમાં ભરીને રાખી દીધું. બાકીની લાશ સળગાવવા માટે 10 લિટર ટર્પેન્ટાઇન તેલ ખરીદીને લાવ્યો. ધડને ક્યાંક દૂર લઈ જઈને સળગાવવાની ફિરાકમાં હતો, પરંતુ એ પહેલાં તે જ પકડાઈ ગયો. ગેરમાર્ગે દોરવા માટે પિતાનો મોબાઈલ 20 કિમી દૂર ફેંક્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષત ખૂબ જ ચાલાક છે. પોલીસથી બચવા માટે 20 ફેબ્રુઆરીએ 20 કિમી દૂર કાકોરી ગયો. ત્યાં પિતાનો ફોન ચાલુ કર્યો અને ફેંકી દીધો. તેમનું છેલ્લું લોકેશન ઘરે ન મળીને કાકોરીમાં મળ્યું. પાડોશી અલ્પના સિંહે જણાવ્યું, ‘અમને જાણવા મળ્યું કે માનવેન્દ્ર 20 ફેબ્રુઆરીથી દેખાયા નથી. મારા પતિ સહિત ઘણા લોકોએ જ્યારે અક્ષતને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે પપ્પા દિલ્હી ગયા છે. બાદમાં ખબર પડી કે તેઓ ગુમ થઈ ગયા છે. તેમનું લોકેશન કાકોરીમાં મળ્યું છે. આ પછી બધા લોકો તેમને શોધતા અક્ષત સાથે કાકોરી ગયા. જ્યાં તેઓ મળ્યા નહીં. આ પછી બધા લોકો પાછા આવી ગયા.’ બહેન બોલી- ભાઈની ધમકીથી ડરી ગઈ હતી
પોલીસે મંગળવારે બહેન કૃતિની 40 મિનિટ સુધી પૂછપરછ કરી. તેણે જણાવ્યું- 20 ફેબ્રુઆરીએ તે, પપ્પા અને ભાઈ ત્રીજા માળે એક જ રૂમમાં સૂતાં હતાં. અક્ષતે પપ્પાને ગોળી મારી દીધી. મેં કહ્યું- ભૈયા, આપણી મમ્મી નથી. તમે પપ્પાને પણ મારી નાખ્યા. આના પર અક્ષતે તેને ધમકાવી. કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી. ડરીને તે ચૂપ થઈ ગઈ. લોકોને શંકા ન થાય, તેથી રૂટિન કામ કરવાનું દબાણ કર્યું. તેના ડરથી 20 અને 21 ફેબ્રુઆરીએ હું 11માની પરીક્ષા આપવા સ્કૂલે ગઈ. હાલમાં અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફક્ત ચૂપ રહી કે તેને પહેલાંથી કોઈ ષડયંત્રની જાણકારી હતી પોલીસ તપાસમાં હવે હત્યાનાં 3 કારણ સામે આવ્યાં 1- દીકરો સંપત્તિ પર કબજો કરવા માગતો હતો વર્ધમાન પેથોલોજીની ઘણા જિલ્લાઓમાં લેબ છે. એનું સંચાલન માનવેન્દ્ર સિંહ અન્ય બિઝનેસ પાર્ટનર સાથે કરતા હતા. માનવેન્દ્ર સિંહ દારૂના 2 ઠેકાનું પણ સંચાલન કરતા હતા. આશિયાના સ્થિત તેમના ઘરની છત પર બે મોબાઈલ ટાવર લાગેલા છે. એમાંથી પણ ભાડું આવે છે. કાકોરીમાં સ્થિત વર્ધમાન લેબના સંચાલનની જવાબદારી તેમણે પુત્ર અક્ષતને આપી હતી. જેનાથી તે પોતાનો ખર્ચ પૂરો કરતો હતો, જોકે તે લેબને બદલે હોટલ ખોલવા માગતો હતો. આ મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે જોકે અક્ષત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. તે આખી સંપત્તિ પર કબજો જમાવવા માગતો હતો. જ્યારે માનવેન્દ્ર અક્ષતને NEET કરાવવા માગતા હતા. આને લઈને પિતા-પુત્ર વચ્ચે વિવાદ થતો હતો. 2- પાર્ટીના શોખીન હતા પેથોલોજી માલિક, બાળકો નારાજ રહેતાં હતાં
પોલીસ તપાસમાં સામે આવ્યું કે માનવેન્દ્ર પાર્ટીના શોખીન હતા. તેઓ અવારનવાર પાર્ટી કરતા હતા. આનાથી બાળકો નારાજ રહેતાં હતાં. હત્યા થતાં પહેલાં પણ તેમણે 20 ફેબ્રુઆરીની રાત્રે દોઢ વાગ્યે માનવેન્દ્રએ એક પરિચિતને પાર્ટીની વ્યવસ્થા કરવા માટે મેસેજ કર્યો હતો. 3- પિતાના લગ્નની ચર્ચાથી પણ પુત્ર નારાજ હતો
એવી પણ વાત સામે આવી રહી છે કે માનવેન્દ્રએ મહોલ્લામાં પોતાના મિત્ર સાથે લગ્ન કરવાની સલાહ લીધી હતી. આ સંબંધમાં મહોલ્લાના લોકો સાથે વાત કરતા હતા. આનાથી અક્ષત પિતાથી નારાજ રહેતો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક મહિના પહેલાં માનવેન્દ્ર વૈષ્ણો દેવીના પ્રવાસે જવાની તૈયારીમાં હતા. આ દરમિયાન ઘરમાં બ્રેસ્લેટ, 2 વીંટી સહિતનો સામાન ચોરાયો હતો. માનવેન્દ્રએ નોકરાણી પર આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસની તપાસમાં નોકરાણી નિર્દોષ નીકળી હતી. પછીથી માનવેન્દ્રને બધો સામાન ઘરમાંથી જ મળ્યો. આ પછી નોકરાણીએ માનવેન્દ્ર વિરુદ્ધ પણ રિપોર્ટ નોંધાીવ્યો હતો. આ ઘટના પછી માનવેન્દ્રએ બાળકો પર સખતાઈ કરી હતી. કહ્યું હતું- તમારા લોકો માટે અમે અમારી જિંદગી બરબાદ કરી રહ્યા છીએ. બીજા લગ્ન નથી કરી રહ્યો. પાડોશીઓએ કહ્યું- એક અઠવાડિયા પહેલાં ભાઈ-બહેનના વર્તનમાં બદલાવ આવ્યો
7 સાત વર્ષ પહેલાં માનવેન્દ્રની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. એે ઘટના પછી ઘરની જવાબદારી સંપૂર્ણપણે માનવેન્દ્ર પર આવી ગઈ હતી. પત્નીના મૃત્યુ પછી માનવેન્દ્ર પુત્ર અક્ષત અને પુત્રીનો ઉછેર એકલા કરી રહ્યા હતા. માનવેન્દ્ર સાથે તેના ઘરમાં પુત્ર અક્ષત, પુત્રી કૃતિ, ભાઈ અરુણ, ભાઈની પત્ની નમ્રતા અને બે બાળકો રહેતાં હતાં. બધાનું ભોજન એકસાથે બનતું હતું. ત્રીજા માળે માનવેન્દ્ર દીકરી અને દીકરા સાથે રહેતાં હતાં. ભાઈનો પરિવાર બીજા માળે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગમાં લેવાય છે. પાડોશીએ જણાવ્યું કે લગભગ એક અઠવાડિયાથી ભાઈ-બહેન બંનેના વર્તનમાં બદલાવ આવ્યો હતો. બંને એકસાથે વધુ સમય વિતાવતાં હતાં. કાકા ગામડે ગયા હતા. આવા સમયે ઘરમાં કાકી અને તેમનાં બે બાળકો હતાં. તેમની સાથે અક્ષત મર્યાદિત વાત કરતો હતો. દાદા (બાબા) સાથે પણ તેની વાતચીત ઔપચારિક અને ક્યારેક-ક્યારેક જ થતી હતી. પોલીસ 3 સવાલના જવાબ શોધી રહી છે… બહેન અને ભાભીની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે પોલીસ: ઘટના સમયે માનવેન્દ્રના ભાઈની પત્ની નમ્રતા બીજા માળે પોતાનાં 2 બાળકો સાથે હતી. બહેન એ જ રૂમમાં હતી, જેમાં માનવેન્દ્રની હત્યા થઈ. આવા સંજોગોમાં પોલીસ આ બંનેની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. ગોળીનો અવાજ કેમ સંભળાયો નહીં?: નમ્રતા બીજા માળે હતી, તો તેમને ગોળીનો અવાજ કેમ સંભળાયો નહીં? મૃતદેહને સીડીઓથી નીચે લઈ જવામાં આવ્યો તો શું લોહીનું એક ટીપું પણ ન પડ્યું, જેને નમ્રતા જોઈ શકી હોત? જ્યારે મૃતદેહ મળ્યો, ત્યારે દુર્ગંધ આવી રહી હતી, તો નમ્રતાને પહેલા દુર્ગંધ કેમ ન આવી? ફ્રેન્ડ, શિક્ષક કે સંબંધીને કેમ ન જણાવ્યું?: પોલીસ અક્ષતની બહેનના નિવેદનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. પોલીસનું માનવું છે કે જ્યારે તેણે હત્યા થતી જોઈ તો તે પરીક્ષા આપવા કેવી રીતે ગઈ? તેણે શાળામાં પોતાની કોઈ સહેલી કે શિક્ષકને આ વિશે કેમ ન જણાવ્યું? કોઈ સંબંધીને ફોન કરીને ઘટનાની જાણકારી કેમ ન આપી? હવે વાંચો શું છે આખો મામલો
આશિયાનાના એલ સેક્ટરમાં રહેતા માનવેન્દ્ર સિંહ (49) રહેતા હતા. 20 ફેબ્રુઆરીથી તેઓ ગુમ હતા. બીકોમનો અભ્યાસ કરી રહેલા તેમના 21 વર્ષના પુત્ર અક્ષત પ્રતાપ સિંહે તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું કે અક્ષતે જ હત્યા કરી છે. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે હત્યા કરવાની વાત કબૂલી. તેની નિશાનદેહી પર 23 ફેબ્રુઆરીએ માનવેન્દ્રનો મૃતદેહ ઘરના રૂમમાં બ્લૂ ડ્રમમાં મળ્યો. તેના બંને હાથ-પગ ગાયબ હતા. તેને કાપીને તેણે લગભગ 21 કિલોમીટર દૂર સદરૌનામાં ફેંક્યા હતા. અક્ષતની બહેન 11મા ધોરણની વિદ્યાર્થિની છે. ઘટના સમયે તે પણ હાજર હતી. ——————————— ગઈકાલે શું-શું થયું વાંચો… પિતાના મૃતદેહને બાથરૂમમાં કાપ્યો, બ્લૂ ડ્રમમાં છુપાવ્યો : સળગાવવા માટે 10 લિટર ટર્પેન્ટાઇન તેલ લાવ્યો, રૂમ સ્પ્રે છાંટી રહ્યો હતો લખનઉમાં વર્ધમાન પેથોલોજી લેબના માલિક માનવેન્દ્ર સિંહની તેમના 21 વર્ષના એકમાત્ર પુત્ર અક્ષતે ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા બાદ મૃતદેહને કરવતથી કાપીને ટુકડા કરીને બ્લૂ ડ્રમમાં ભરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *