બગદાણા નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં માયાભાઈનો પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર- Mayabhai Ahir son Jayraj Ahir reached at police ig office after receiving SIT summons in Bagdana Navneet Baldiha attack case | ભાવનગર


Last Updated:

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર મારામારીના કેસમાં SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ મળ્યા બાદ તેઓ હાજર થયા છે. જેથી તપાસમાં નવા ખુલાસાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જયરાજ આહીર SIT સમક્ષ હાજર
જયરાજ આહીર SIT સમક્ષ હાજર

ભાવનગર: નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં માયાભાઈનો પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા છે. આ કેસમાં પીડિત નવનીત બાલધિયાના આક્ષેપ વચ્ચે હુમલાની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આજે(21મી જાન્યુઆરીએ) બપોરે સમન્સ પાઠવ્યું હતું. સમન્સ પ્રમાણે જયરાજ આહીરે આજ એટલે કે 21મી જાન્યુઆરીના સાંજના પાંચ વાગ્યા સુધીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ હાજર થવાનું હતું ત્યારે તેઓ હાલ SIT સમક્ષ હાજર થઈ ચૂક્યા છે.

બગદાણા નવનીત બાલધિયા કેસમાં SITએ માયા આહીરના દીકરા જયરાજને પાઠવ્યું હતું અને આજે 21મી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં SITએ સામે હાજર રહેવા જણાવ્યું હતું, ત્યારે આ મામલે તેઓ હાલ SIT સમક્ષ પહોંચ્યા છે. આ સમયે જયરાજ આહીરને આ સમન્સને લઈ પીડિત નવનીત બાલધિયાની પ્રતિક્રિયા આવી સામે આવી છે, તેઓએ કહ્યું કે, SIT સાચી દિશામાં તપાસ કરશે તો આ કેસમાં મોટા ખુલાસા થશે.

નોંધનીય છે કે, આ જયરાજ આહીરને આજે સમન્સ મળ્યું તેના બે દિવસ પહેલા(19મી જાન્યુઆરીએ) પીડિત નવનીત બાલધિયાએ SITને નિવેદન આપ્યું હતું અને તે સમયે તેમને જયરાજ આહીર વિરુદ્ધમાં 15 જેટલા પુરવા આપ્યા હતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આટલું જ નહીં તે સમયે SITએ આ કેસ સાથે જોડાયેલા અન્ય બે તપાસ અધિકારી પોલીસ કર્મીઓના પણ નિદેવનો નોંધ્યા હતા.

આ પણ વાંચો: બગદાણા કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં અત્યાર સુધીમાં શું શું થયું? જાણો વિગતવાર..

વધુમાં આ નવનીત બાલદીયા મારામારી કેસમાં બગદાણાના રામ વાળા અને ચેતન સોનીને IG ઓફિસે પૂછપરછ માટે બોલાવાયા હતા. જ્યાં SITએ બેથી અઢી કલાક સુધી પૂછપરછ કરી હતી. જોકે બંનેએ મીડિયા સમક્ષ એક પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. ઉપરાંત આ કેસમાં અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની પૂછપરછ થઈ છે. ત્યારે હાલ આ મામલે જયરાજ આહીરને સમન્સ મળ્યા બાદ તેઓ SIT સમક્ષ પહોંચતા તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. જેથી હાલ SIT જયરાજ આહીરની પૂછપરછ કરી રહી છે, ત્યારે સમગ્ર બાબતે આવનારા સમયમાં શું શું ખુલાસા થશે તેના પર સૌની નજર રહેલી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *