બગદાણા બબાલ: શું સોમવારે ખરેખર ગાંધીનગર ગજવશે કોળી સમાજ? ન્યાય અપાવવા હિરા સોલંકી-નિમુબેન સહિત કોણ કોણ મેદાને?- MayaBhai Ahir controversy Hira Solanki Nimuben Bambhania and Koli community stands for justice in Bagdana Sarpanch attack case | અમદાવાદ
હીરા સોલંકીનો હુંકાર: આ મામલે વિગતવાર વાત કરીએ તો, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલમાં પીડિત નવનીત બાલધિયાની મુલાકાત લીધા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “કોળી સમાજે આજ સુધી ઘણુ બધુ સહન કર્યું છે અને હવે અન્યાય સામે હવે ચૂપ નહીં બેસાય, હવે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે, તે પ્રમાણેની કાર્યવાહી થવી જોઈએ. આ માટે સોમવારે અમે ગૃહમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને મળવા ગાંધીનગર જઈશું. સમાજ પર અત્યાચાર કરનારા ગમે તેટલા મોટા કેમ ન હોય, તેમને છોડવામાં નહીં આવે. હું આ મામલે બિલકુલ સમાજની સાથે જ છું અને સમાજમાં જ્યાં જ્યાં આવા પ્રશ્નો સામે આવશે ત્યારે હીરાલાલ સોલંકી સૌથી પહેલા ન્યાય અપાવવા પહોંચીશ”
