બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ:ઇકોનોમિક સર્વે પર ચર્ચા થઈ શકે છે, ગઈકાલે લોકસભામાં રજૂ થયો હતો; 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે
![]()
બજેટ સત્રનો શુક્રવારે ત્રીજો દિવસ છે. સંસદમાં ઇકોનોમિક સર્વે પર ચર્ચા થઈ શકે છે. ગુરુવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઇકોનોમિક સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2026-2027માં જીડીપી ગ્રોથ 6.8% થી 7.2%ની રેન્જમાં રહેવાનો અંદાજ છે. બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. આ બે ભાગમાં હશે. પ્રથમ ભાગ 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 9 માર્ચથી 2 એપ્રિલ સુધીનો રહેશે. આ દરમિયાન કુલ 30 બેઠકો યોજાશે. 28 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ કોઈ શૂન્યકાળ રહેશે નહીં. બજેટ સત્રમાં અગાઉની 2 કાર્યવાહી… 29 જાન્યુઆરી 2026: પીએમ બોલ્યા- અમારી સરકારની ઓળખ રહી છે, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પીએમ મોદીએ ગુરુવારે કહ્યું, “અમારી સરકારની ઓળખ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે. હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ વધી રહ્યા છીએ.” રાષ્ટ્રપતિએ સત્રની શરૂઆતમાં સાંસદો પાસેથી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી. મને ખાતરી છે કે સાંસદો તેને ગંભીરતાથી લેશે.” તેમણે કહ્યું હતું કે આ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્ર છે. 21મી સદીનો એક ક્વાર્ટર વીતી ગયો છે. આ બીજા ક્વાર્ટરની શરૂઆત છે. 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિનું અભિભાષણ, VB- જી રામ જી કાયદાનો ઉલ્લેખ કર્યો સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થયું. રાષ્ટ્રપતિએ પોતાની 45 મિનિટની સ્પીચમાં ઓપરેશન સિંદૂર, VB- જી રામ જી કાયદો, દુનિયામાં ભારતની ભૂમિકા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશમાં હાલમાં 150 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. યુરોપિયન યુનિયન સાથેના મુક્ત કરારથી સેવા અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. યુવાનોને રોજગારીની તકો પણ મળશે.
Source link