'બાંગ્લાદેશ નહીં રમે તો અમે પણ નહીં રમીએ':પાકિસ્તાનની નવી નફ્ફટાઈ, દાવો- T20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે; PCBએ ટુર્નામેન્ટની તૈયારીઓ રોકી




T20 વર્લ્ડ કપમાં જો બાંગ્લાદેશને હટાવવામાં આવે છે, તો પાકિસ્તાન પણ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે. આ દાવો પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રોને ટાંકીને કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે PCBએ ટુર્નામેન્ટની તૈયારીઓ પણ રોકી દીધી છે. ટીમ મેનેજમેન્ટને સબસ્ટિટ્યુટ પ્લાન બનાવવાનું કહેવામાં આવ્યું છે. જેથી જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કરે, તો પરિસ્થિતિને સંભાળી શકાય. જોકે, PCB કે ICCએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની હત્યાઓ બાદ BCCIના કહેવા પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી રિલીઝ કરી દીધો હતો. આનાથી નારાજ BCB પોતાની મેચ ભારતની બહાર કરાવવાની માગ કરવા લાગ્યું. BCBની ગ્રૂપ બદલવાની માગણી નામંજૂર
ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને 21 જાન્યુઆરી સુધીમાં નક્કી કરવા જણાવ્યું છે કે તેની ટીમ વર્લ્ડ કપ રમશે કે નહીં. જોકે, આ સમગ્ર મામલે ICCએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. 17 જાન્યુઆરીએ ઢાકામાં એક બેઠકમાં ICCએ BCBની ગ્રૂપ બદલવાની માગણી નામંજૂર કરી દીધી. ICCએ BCBને એ ખાતરી પણ આપી કે બાંગ્લાદેશ ટીમને કોઈ ખાસ સુરક્ષા ખતરો નથી. બાંગ્લાદેશ બોર્ડે કહ્યું હતું કે તેને ગ્રૂપ-Cને બદલે બીજા ગ્રૂપ-Bમાં સામેલ કરવામાં આવે. બોર્ડનો તર્ક હતો કે આવું થવાથી બાંગ્લાદેશને તેની તમામ મેચો શ્રીલંકામાં રમવી પડશે, જેનાથી મુસાફરી અને સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓ ઓછી થશે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીના રોજ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર રોક લગાવી દીધી. આ પછી ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી. 7 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની પ્રથમ મેચ
T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રૂપ-Cમાં રાખ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઇન્ડીઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમની છેલ્લી ગ્રૂપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે રમાશે. KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી બહાર કરવા પર વિવાદ
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *