ભરૂચમાં શેરડીની કાપણી કેમ અટકી પડી? ખેડૂતોમાં આક્રોશ, આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી- Farmers outraged as sugarcane harvesting halted by members of Valiyas Rudrapuri Group Cooperative Society- | ભરૂચ


Last Updated:

વાલિયા તાલુકાની ધી રુદ્રપુરી ગ્રૂપના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી કાપણી અટકતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે, જેથી તેઓએ આત્મહત્યા ચીમકી સાથે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે.

ખેડૂતોમાં આક્રોશ
ખેડૂતોમાં આક્રોશ

ભરૂચ: વાલિયામાં શેરડી કાપણી અટકતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. વાલિયા તાલુકાની ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકાવી દેવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલ શેરડી કાપણીની સીઝન શરૂ થઈ છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીને કારણે કાપણી રોકી દેવામાં આવી છે. જેથી ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના વાલિયા તાલુકામાં ધી રુદ્રપુરી ગ્રૂપના સભાસદો દર વર્ષે મંડળી મારફતે નિયમોનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી વાવેતર નોંધાવે છે. વર્ષ 2024-25 માટે પણ આ સભાસદોએ વાવેતર નોંધાવ્યું હતું. જેથી આ શેરડીની કાપણીની સીઝન શરૂ થતા ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાયેલી આ શેરડીની કાપણી કરવાની હોય છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીને કારણે ધી રુદ્રપુરી ગ્રૂપના સભાસદોની શેરડી કાપણી રોકી દેવામાં આવી છે.

ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ શેરડીની કાપણી શરૂ ન થાય તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતા સભાસદોએ તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે.

આ અંગે રુદ્રપુરી ગ્રૂપના સભ્ય ઇન્દ્રસિંહભાઈએ જણાવ્યું કે, અમે પહેલા ગણેશ સુગર ફેક્ટરીમાં નોંધાવ્યા બાદ શેરડીનું વાવેતર કરતા હતા એટલે કે શેરડીનો પાક વિકસિત થયા બાદ તેની કાપણી કરી અમે ગણેશ સુગર ફેક્ટરીમાં વેચતા હતા. જોકે ત્યાં અમને સરખા ભાવ ન મળતા હવે અમે ચલથાણ સુગર ફેક્ટરીમાં આ શેરડીની નોંધણી કરાવી છે અને આ ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી પહોંચાડવાની પણ જવાબદારી અમારી જ છે, જોકે અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીને કારણે અમારી 12 એકરમાં વાવેલી શેરડીની કાપણી અટકી છે, જેથી અમે મુશ્કેલીમાં ફસાયા છીએ.

આ અચાનક લેવાયેલા નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમણે અન્ય કોઈ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવ્યું નથી. હવે જો ચલથાણ સુગર ફેક્ટરી કાપણી નહીં કરે, તો શેરડીનો પાક બરબાદ થવાનો ખતરો ઊભો થયો છે. આ પરિસ્થિતિ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને કાપણી શરૂ ન થાય તો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ધી રુદ્રપુરી ગ્રૂપના ચેરમેન રાજૂ વસાવા પણ આ સભ્યોના સમર્થનમાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *