ભાઈ ભાઈ: મોરબીએ આખા વિશ્વમાં ડંકો વગાડ્યો, સિરામિક નિકાસમાં 90 ટકા મોરબીનું યોગદાન – Global Ceramic Hub: Morbi accounts for 90% of India’s total ceramic exports | મોરબી
ગુજરાતનો મોરબી જિલ્લો બન્યો ભારતનું સિરામિક હબ : આ વર્ષે રાજકોટમાં યોજાનારી બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રમાં મોરબીના સિરામિક ક્લસ્ટરનું વિશેષ પ્રદર્શન થવાનું છે, જેમાં ‘અદ્યતન સિરામિક્સ’, ‘વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ’, ‘એનર્જી-એફિશિયન્ટ ટેકનોલોજી’, અને નવી ‘સિરામિક્સ પાર્ક’ની પ્રગતિ મુખ્ય આકર્ષણ રહેશે. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે ટેક્નોલોજી અપગ્રેડેશન, ઓટોમેશન, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ રિસાયક્લિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. મોરબીના ઉદ્યોગકારોની મહેનત, સરકારની અસરકારક નીતિઓ અને ગુણવત્તાના સંકલ્પને કારણે આજે મોરબી સિરામિક ક્ષેત્રે ભારતનું ગૌરવ બની ગયું છે.
