ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે? આજે નિર્ણય આવી શકે:ICC-PCBની વાતચીત પછી મેચ રમાવાની શક્યતા, પાકિસ્તાને બહિષ્કાર કર્યો છે




T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર આજે નિર્ણય આવી શકે છે. રવિવારે ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે થયેલી બેઠક બાદ મુકાબલો થવાની શક્યતાઓ વધી ગઈ છે. બંને ટીમોની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પ્રસ્તાવિત છે. પાકિસ્તાને મેચના બહિષ્કારની જાહેરાત કરી છે. આ જ સિલસિલામાં ICCના બે પ્રતિનિધિ ઇમરાન ખ્વાજા અને મુબાશિર ઉસ્માની રવિવારે સવારે લાહોર પહોંચ્યા, જ્યાં તેમણે PCB અધિકારીઓ સાથે ચર્ચા કરી. ભારત-પાક મુકાબલો ICC અને બ્રોડકાસ્ટર્સ માટે સૌથી મોટી કોમર્શિયલ મેચ માનવામાં આવે છે. પાકિસ્તાની PM પાસે 24 કલાક લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાયેલી બેઠકમાં PCB પ્રમુખ મોહસિન નકવી, ICCના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ સામેલ રહ્યા. આ બેઠક લગભગ પાંચ કલાક સુધી ચાલી. ICCનો પ્રયાસ છે કે 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન ગ્રુપ મેચ કોઈપણ ભોગે કરાવવામાં આવે. બેઠક પછી હવે અંતિમ નિર્ણય પાકિસ્તાન સરકારના સ્તરે લેવાનો છે. PCB ચેરમેન મોહસિન નકવી આખા મામલાની જાણકારી વડાપ્રધાન શાહબાઝ શરીફને આપશે, જેના પછી બોર્ડ આગામી 24 કલાકમાં પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. પાકિસ્તાને ICC સમક્ષ 3 શરતો મૂકી બેઠકમાં ICC તરફથી CEO સંજોગ ગુપ્તા વર્ચ્યુઅલ રીતે જોડાયા. ભારત સાથે રમવા મુદ્દે પાકિસ્તાને ત્રણ શરતો મૂકી. પહેલી, ICCની કુલ કમાણીમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવામાં આવે. બીજી, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ફરી શરૂ કરવામાં આવે. ત્રીજી, મેદાન પર હેન્ડશેક પ્રોટોકોલને સખત રીતે લાગુ કરવામાં આવે. એશિયા કપ દરમિયાન પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. હાલમાં ICC રેવન્યુ મોડેલમાં પાકિસ્તાન ચોથું સૌથી મોટું હિસ્સેદાર બોર્ડ છે. તેને કુલ કમાણીનો લગભગ 5.75 ટકા હિસ્સો મળે છે. તેનાથી ઉપર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારતના બોર્ડ છે. અમને રેવન્યુમાં ભારે નુકસાન થશે- SLC 7 ફેબ્રુઆરીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને આ મેચ પર ફરીથી વિચાર કરવા અપીલ કરી હતી. આ પછી શ્રીલંકા ક્રિકેટે PCB ને મેલ લખ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાક મેચ ન થવાથી શ્રીલંકા ક્રિકેટને આર્થિક નુકસાન થશે. મેલ પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડે PCB ને કહ્યું કે, અમે ભારત સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. જો ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો અમને રેવન્યુમાં મોટું નુકસાન થશે. પાકિસ્તાન સરકારે કહ્યું હતું- વર્લ્ડકપ રમશે, પરંતુ ભારત સામે નહીં પાકિસ્તાને 1 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તે ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવ્યા પછી લીધો. બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે X પર એક પોસ્ટમાં જણાવ્યું, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ T20 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં.” ICCએ કહ્યું- પાકિસ્તાન પોતાના નિર્ણય પર વિચાર કરે ICCએ 1 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 11 વાગ્યે મીડિયા રિલીઝમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છીએ. ICC સરકારના નિર્ણયોને સમર્થન આપે છે, પરંતુ પાકિસ્તાનનો નિર્ણય દુનિયાભરમાં ક્રિકેટના ઇકોસિસ્ટમને પ્રભાવિત કરનારો છે. ICC આશા રાખી રહ્યું છે કે PCB તેના નિર્ણય પર ફરીથી વિચાર કરશે જેથી દુનિયાભરમાં ક્રિકેટની સિસ્ટમ પ્રભાવિત ન થાય. પાકિસ્તાન પોતે ICCનું સભ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન કોઈક રીતે બધા હિતધારકોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લે. ભારતીય ટીમ નિર્ધારિત સમયે શ્રીલંકા જશે ટી-20 વર્લ્ડ કપને લઈને BCCI સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ શ્રીલંકાના પ્રવાસે જશે. ટીમ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકા પહોંચશે અને ICCના તમામ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરશે. જોકે, મેચને લઈને અંતિમ નિર્ણય મેદાન પર હાજર મેચ રેફરી દ્વારા જ લેવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન માત્ર 3 મેચ રમશે બહિષ્કાર બાદ પાકિસ્તાન અને ભારતની ટીમો ગ્રુપ સ્ટેજમાં 3-3 મેચ રમશે. પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે 3 વિકેટે મેચ જીતી ચૂક્યું છે, 10 ફેબ્રુઆરીએ અમેરિકા અને 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ટકરાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ અમેરિકા, 12 ફેબ્રુઆરીએ નામિબિયા અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે ટકરાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *