'ભારત સામેની મેચ જીત્યા પછી આત્મવિશ્વાસ વધ્યો':વેસ્ટ ઇન્ડીઝ સામેની મહત્ત્વની મેચ પહેલા કેશવ મહારાજે કહ્યું- WIને હળવાશથી લઈ ન શકાય
![]()
26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં મહત્ત્વની સુપર-8ની મેચ રમાશે. જેમાં સાઉથ આફ્રિકા અને ટેબલ ટોપર વેસ્ટ ઇન્ડીઝ ટકરાશે. આ મેચ બપોરે 3 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે પ્રી-મેચ કોન્ફરન્સમાં સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજે સવાલોના જવાબો આપ્યા હતા. તેણે કહ્યું હતું કે ભારત સામેની જીતથી કોન્ફિડન્સ વધ્યો છે. સાથે જ એ પણ કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ શાનદાર ગેમ રમી છે. તેમને ક્યારેય હળવાશથી લઈ ન શકાય. વાંચો કેશવ મહારાજે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું… પીચ દરેક મેચમાં અલગ, એડજસ્ટમેન્ટ જ અસલી મંત્ર મહારાજે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ટ્રાવેલિંગ ન કરવી ગમે છે, પરંતુ પીચની દ્રષ્ટિએ દરેક મેચ અલગ રહી છે. અમે અહીં ચાર મેચ રમી અને દરેક વખતે પરિસ્થિતિ બદલાઈ હતી. હું આને મોટો ફાયદો નથી માનતો. અસલી વાત એ છે કે તમે વિરોધી ટીમ કરતા કેટલી ઝડપથી પરિસ્થિતિ મુજબ ઢળો છો અને તમારા પ્લાનને યોગ્ય રીતે અમલમાં મૂકો છો.’ ભારત પર જીત બાદ પણ ટીમ જમીન પર સાઉથ આફ્રિકાએ ગત મેચમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમને હરાવીને આત્મવિશ્વાસ મેળવ્યો છે. જોકે મહારાજે કહ્યું કે ટીમ વધુ પડતી ઉત્સાહિત થઈને રસ્તો ભટકી નથી રહી. ભારત જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ કેમ્પમાં એનર્ડી હતી, પરંતુ હજુ ઘણું ક્રિકેટ બાકી છે. અમારે પોઝિટિવ બાબતો પર ધ્યાન આપવાનું છે અને સતત સુધારો કરતા રહેવાનો છે. વેસ્ટ ઇન્ડીઝને હળવાશથી ન લઈ શકાય સુપર-8માં સાઉથ આફ્રિકાએ ભારતને 76 રને હરાવ્યું હતું. તો વેસ્ટ ઇન્ડીઝે વાનખેડેમાં ઝિમ્બાબ્વેને 107 રનના માર્જિનથી હરાવીને હાલ ટેબલ ટોપર છે. બંને ટીમ અત્યાર સુધી અજેય છે. જો સાઉથ આફ્રિકા આ મેચ જીતી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ જશે. તેમ છતાં મહારાજે કહ્યું કે ટીમ એક-એક મેચ પર ફોકસ કરી રહી છે. મહારાજે આગળ કહ્યું, ‘ભારત સામેની મેચ અમારા માટે મોટી હતી. વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વે સામે શાનદાર રમત બતાવી. અમારે ફરીથી નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે. આમ પણ કેરેબિયન ટીમ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે.’ બપોરની મેચનો નવો પડકાર આ મેચ સાઉથ આફ્રિકાની ટુર્નામેન્ટમાં બપોરે 3 વાગ્યે શરૂ થનારી પ્રથમ મેચ હશે. મહારાજે સ્વીકાર્યું કે આ સમયની પરિસ્થિતિઓમાં ઢળવું જરૂરી રહેશે. તેણે આ બાબતે કહ્યું, ‘શરૂઆતમાં બોલરો ફીડબેક આપે છે. વિકેટકીપર ક્વિન્ટન ડી કોક પરિસ્થિતિને પારખવામાં માહેર છે. અમારે સ્લોઅર બોલ, કટર કે લેન્થમાં ફેરફાર જેવા ઓપ્શન્સ પર સતત વાત કરતા રહેવી પડશે.’ આ ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું કે ‘મેચના દિવસે આવતી તકોને ઝડપવી જરૂરી છે અને અમારા પ્લાન્સ પ્રમાણે અમે રમવાનું ચાલુ રાખીશું.’ ————————– T20 વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી: ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમનાં સમીકરણો શું છે? ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે મંગળવારે ગ્રુપ-2માં પાકિસ્તાનને 2 વિકેટે હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. 2010 અને 2022ની ચેમ્પિયન ટીમે સતત પાંચમી આવૃત્તિની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો…
Source link