મહીસાગર: ચિક્કાર દારૂ પીને શિક્ષકે બાઈક ચાલકને અડફેટે લીધો, લોકોએ સ્થળ પર બરાબરનો ધોયો-Teacher commits hit-and-run incident in Mahisagar | મહીસાગર


Last Updated:

મહીસાગરમાં લીંબડીયા ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા કાર ચાલક એક શિક્ષક હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપી કારચાલકને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પીને કાર ચલાવી રહેલા શિક્ષકની ધરપકડ
દારૂ પીને કાર ચલાવી રહેલા શિક્ષકની ધરપકડ

મહીસાગર: જિલ્લાના લીંબડીયા ચોકડી પર ગત રાત્રિના સમયે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઈક પર પોતાના ઘરે જતો હતો. તે સમયે એક વ્હાઈટ કલરની બ્રેઝા કાર ફૂલ સ્પીડે આવી અને તે બાઈક પર સવાર યુવાનને અડફેટે લીધો હતો. એટલું જ નહીં અકસ્માત કરી બાઈક સવારની દુકાન આગળ જ કાર ઘૂસી ગઈ હતી. લીંબડીયા ચોકડી પર આ અકસ્માત સર્જાયો હતો અને ત્યાં હાજર લોકો દોડીને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જોયું કે ડ્રાઈવર દારૂના ચિક્કાર નશામાં હતો.

સમગ્ર ઘટનામાં સામે આવ્યું કે આરોપી ડ્રાઈવર શિક્ષક છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ તો આ શિક્ષકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. કારમાં એક દારૂની બોટલ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નશેડી શિક્ષકની ધરપકડ કરી ક્રેનની મદદથી કારને બહાર કાઢી પોલીસ મથકે લઈ જઈ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે એક મહિનામાં બીજી ઘટના સામે આવી છે. અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો. મેથીપાક ચખાડ્યા બાદ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આરોપી શિક્ષક પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનું સામે આવ્યું છે જેનું નામ સંજય નાયક છે અને તે ખાનપુર તાલુકાની માળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પોલીસ દ્વારા આ શિક્ષક દારૂ ક્યાંથી લઈને આવ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા માટે આરટીઓને નોટિસ આપવામાં આવી છે. સાથે જ શિક્ષણ વિભાગને પણ આ મામલે નોટિસ આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *