મહેસાણા માર્કેટિંગ યાર્ડના આજના ભાવ – Today prices of Mehsana Marketing Yard | મહેસાણા
Last Updated:
મહેસાણા જિલ્લામાં કમોસમી માવઠાએ ખેતી અને બજાર બંનેને અસર કરી છે. માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક ઘટી હોવા છતાં એરંડા અને અડદના ભાવમાં વધારો નોંધાયો છે. ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે આ વધેલા ભાવથી માવઠાની અસરને થોડી હદે સમતોલ કરી શકાય.
મહેસાણા: મહેસાણામાં મુખ્યત્વે એરંડા, કપાસ અને રાયડાના પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. ખાસ કરીને એરંડા પાકની આવક મહેસાણા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જોવા મળે છે. હાલમાં એરંડાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટ યાર્ડમાં એરંડાની આવક લઈને વેચાણ માટે આવી રહ્યા છે. માવઠાને કારણે પણ માર્કેટ યાર્ડમાં આવનારી જણસીની આવકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, માવઠાને લીધે ભાવમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી છે.
આજે મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ 612 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાના ઉચ્ચ ભાવ 1,316 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1,295 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. ગઈકાલની સરખામણીમાં ભાવ સ્થિર છે, પરંતુ ગયા અઠવાડિયાની સરખામણીમાં 10 થી 20 રૂપિયાનો વધારો થયો છે. રાયડાની માત્ર 20 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં ઉચ્ચ ભાવ 1,254 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1212 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. ગઈકાલની સરખામણીમાં રાયડાના ભાવમાં આશરે 20 રૂપિયાનો ઘટાડો થયો છે, અને અઠવાડિયાની સરખામણીમાં આશરે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

અડદના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે અડદની 262 બોરીની આવક માર્કેટ યાર્ડમાં નોંધાઈ, જેમાં ઓછી કિંમત 891 રૂપિયા પ્રતિ મણ અને ઊંચી કિંમત 1,492 રૂપિયા પ્રતિ મણ રહી. ગઈકાલની સરખામણીમાં અડદના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે.
Mahesana,Gujarat
October 29, 2025 3:20 PM IST