મહેસાણા માર્કેટિંગ યાર્ડના આજના ભાવ – Mehsana Marketing Yard Today Price | મહેસાણા


Last Updated:

મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કૃષિ જણસોની સારી આવક સાથે બજાર સક્રિય રહ્યું. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક થઈ હતી. એરંડાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ખેડૂતોને મળતા ભાવ હજી પણ સંતોષકારક રહ્યા છે. રાયડાની સિઝન શરૂ થતા તેની આવકમાં વધારો થયો છે. જ્યારે અજમાના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફરક જોવા મળ્યો હતો.

+

મહેસાણા

મહેસાણા માર્કેટિંગ યાર્ડના આજના ભાવ

મહેસાણા: મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક જોવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ ભાવ હજી પણ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 526 બોરીની આવક નોંધાઈ છે. ગયા અઠવાડિયા કરતાં આજે આવકમાં વધારો છે. આજે માર્કેટ યાર્ડમાં ગુવારની પણ સારી આવક જોવા મળી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતાં રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.

આજે માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ 526 બોરી આવક નોંધાઈ. આજે તેના ઊંચા ભાવ 1280 રૂપિયા પ્રતિ 20 kg અને નીચા 1200 રૂપિયા પ્રતિ 20 kg નો ભાવ મળ્યો હતો. ગઈકાલની સરખામણીમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે, પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ 1250 રૂપિયા જેવો પ્રતિ 20 kg સુધી ગયો હતો, એટલે આ અઠવાડિયે એરંડામાં તેના ભાવ ગયા અઠવાડિયા કરતાં સામાન્ય જોવા મળી રહ્યા છે. તેમ છતાં વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે કારણ કે સિઝનની શરૂઆતથી જ એરંડાના ભાવ સ્થિર અને વધતા જ રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં આજે રાયડાની આવક 459 બોરીની નોંધાઈ છે, જેના ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારાની સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 80 રૂપિયાનો વધારો ગયા અઠવાડિયા કરતાં નોંધાયો છે. ગઈકાલ કરતાં 40 રૂપિયાનો વધારો છે. ગુવારની આજે 127 બોરી આવક માર્કેટ યાર્ડમાં પહોંચી હતી. ગુવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય વધારો નોંધાયો છે. તેનો ભાવ 1050 રૂપિયા પ્રતિ મણ બોલાવવામાં આવ્યો હતો. ગુવારનો ભાવ આ અઠવાડિયે 10 થી 20 રૂપિયા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યો છે. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. ગુવારના મુખ્ય ખરીદદારો પશુઆહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગુવારની માંગ સદાય સ્થિર રહેતી હોય છે. ખેડૂતોને ઉત્પાદન અનુરૂપ સારું વળતર મળી રહે છે, તે છતાં ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અજમાની તરફ જોઈએ તો આજે 88 બોરી આવક થઈ હતી. આજે અજમાની આવકમાં ઘટાડો થયો છે. અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. બજારમાં અજમાનો ઊંચો ભાવ 2250 રૂપિયા પ્રતિ 20 kg અને નીચો ભાવ 2000 રૂપિયા પ્રતિ 20 kg રહ્યો. ગુણવત્તા પ્રમાણે મોટો ભાવફેર જોવા મળ્યો. ગયા અઠવાડિયા કરતાં તેના ભાવમાં 100-180 જેટલો ઘટાડો નોંધાયો છે. સારી ક્વોલિટીના અજમાને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો જ્યારે મિશ્ર અને મધ્યમ ગુણવત્તાનો ભાવ તુલનાત્મક રીતે ઓછો રહ્યો હતો.

આ પણ વાંચો: મુખ્ય પાકની આસપાસ ધાણા વાવી દો, નીલગાય ખેતરથી રહેશે દૂર અને આવક થશે

આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા ધાન્ય અને મહત્ત્વના પાકની પણ વિવિધ સ્તરે આવક નોંધાઈ હતી. મોટા ભાગની જણસોના ભાવ સામાન્ય સ્તરે સ્થિર રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતની કૃષિ પરિસ્થિતિની વાત કરીએ તો ખાસ કરીને રાયડો, અનાજ અને એરંડાનો પાક અહીં વધુ પ્રમાણમાં થાય છે. જમીન અને વાતાવરણનું સુમેળ હોવાને કારણે મહેસાણા જિલ્લો આ પાકોના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં ગણાય છે. જેના કારણે અહીંના માર્કેટ યાર્ડમાં રોજબરોજ રાયડો, એરંડા અને ધાન્ય પાકની સારી આવક જોવા મળે છે. ખેડૂત, વેપારી અને મંડીઓ વચ્ચેનો સીધો સંપર્ક આ સમગ્ર વિસ્તારમાં ખેતીને મજબૂત બનાવે છે. પરંતુ આજે સરેરાશ માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાયડો, તલ જેવી જણસ આજે માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *