મોકો ચૂકતાં નહીં! PVRથી લઈને સુઝલોન સુધી આ 5 શેર કરાવી શકે છે છપ્પરફાડ કમાણી – Don’t miss the opportunity! From PVR to Suzlon, these 5 stocks can earn you huge profits |
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટ અને રિન્યૂએબલ એનર્જી જેવા સેક્ટર્સ આવનારા સમયમાં પોર્ટફોલિયોને મજબૂત બનાવી શકે છે. આ સેક્ટર્સમાં સારા માર્જિન, એસેટ ક્વોલિટીમાં સુધારો અને ઓપરેટિંગ લીવરેજનો લાભ મળવાની પ્રબળ શક્યતાઓ છે. બ્રોકરેજે જે પાંચ સ્ટોક્સ જણાવ્યા છે, તેમાં વર્તમાન લેવલથી 63% સુધીનો જંગી ઉછાળો આવવાની શક્યતાઓ છે.
