યુવરાજ સિંહની નિવૃત્તિની પાછળ કોહલીનો હાથ છે?:રોબિન ઉથપ્પાએ વિરાટ પર આરોપ લગાવ્યો હતો; કહ્યું- કેન્સરને હરાવ્યા પછી કોહલીએ તેને વધુ તક આપી નહોતી
![]()
ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર્સ પોતાનાં નિવેદનોને લઈને હાલ ચર્ચામાં રહ્યા છે, જેમાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતારમાં સાનિયા મિર્ઝા સાથેના એક પોડકાસ્ટમાં પોતાની નિવૃત્તિ અંગે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે એ સમયે તેને ન તો રમતમાં આનંદ મળતો હતો, ન તો ટીમ મેનેજમેન્ટ અને વાતાવરણ તરફથી એ સન્માન મળતું હતું, જેનો તે હકદાર હતો. હવે ભારતના પૂર્વ ક્રિકેટર અને યુવરાજના સાથી ખેલાડી રોબિન ઉથપ્પાના એક નિવેદને ભારતીય ક્રિકેટના એ પ્રકરણને ફરીથી ચર્ચામાં લાવી દીધું છે, જેને લઈને લાંબા સમયથી સવાલો ઊઠતા રહ્યા છે. સાનિયા મિર્ઝા સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન યુવરાજે કહ્યું હતું કે તેને રિસ્પેક્ટ ન મળ્યું, આ કારણે તેણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે સવાલ એ છે કે શું યુવરાજનો ઈશારો વિરાટ કોહલી તરફ હતો. ‘કોહલીએ યુવરાજ સિંહને ટીમમાં કમબેક કરવા પર વધારે તક આપી નહીં’
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ પેટર્ન અંગે ઇન્ટરવ્યૂમાં ચર્ચા કરી હતી. લલ્લનટોપ સાથેનો આ ઇન્ટરવ્યૂ 2025નો છે. આ ઇન્ટરવ્યૂમાં ઉથપ્પાએ જ આ વાતનો દાવો કર્યો હતો કે કોહલીએ યુવરાજ સિંહને કેન્સર પછી ટીમમાં કમબેક પર વધારે તક ન આપી, આ કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો. રોબિને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોહલીના નેતૃત્વની રીતના કારણે યુવરાજે પોતાને ‘અંડરવેલ્યુડ’ અને ‘લેટ ડાઉન’ (નિરાશ) અનુભવ્યો, એટલે કે યુવરાજને લાગ્યું કે તેની કાબિલિયત, યોગદાન અથવા મહેનતને યોગ્ય સન્માન નહોતું મળી રહ્યું, સાથે જ યુવરાજને એવું પણ લાગ્યું કે ટીમ અથવા કેપ્ટને તેની પાસેથી અપેક્ષાઓ તો રાખી, પરંતુ મુશ્કેલ સમયમાં સાથ ન આપ્યો. રોબિન ઉથપ્પાએ કોહલી અને રોહિતની કેપ્ટનશિપ પેટર્ન વિશે વાત કરી
ઉથપ્પાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશિપની રીત પર વાત કરી હતી. ઉથપ્પાએ ત્યારે એ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર કરવામાં આવતી વાતો કેટલીક હદ સુધી સ્પેક્યુલેટિવ છે, પરંતુ તેની લીડરશિપ સ્ટાઇલ સ્પષ્ટપણે એક્સક્લૂઝિવ રહી છે. વિરાટની કેપ્ટનશિપનો મૂળ મંત્ર હતો- My way or the highway (મારા રસ્તે ચાલો, નહીંતર બીજો રસ્તો જુઓ). ઉથપ્પા આનાથી એવું કહી રહ્યો હતો કે કોહલીએ નક્કી કરેલા ફિટનેસ, શિસ્ત અને વિચારના સ્તર સુધી આવવું પડતું હતું. બીજી તરફ ઉથપ્પાએ ઇન્ટરવ્યૂમાં રોહિત શર્માની કેપ્ટનશિપને ઇન્ક્લૂસિવ (સમાવેશી) ગણાવી હતી, એટલે કે જે ખેલાડી જેવો છે, ત્યાંથી જ તેમને વધુ સારા બનાવવાની કોશિશ કરવામાં આવે. બંને પ્રકારની લીડરશિપથી પરિણામ મળી શકે છે, પરંતુ ખેલાડીઓ પર માનસિક અને વ્યક્તિગત અસર બંનેમાં ખૂબ અલગ હોય છે. એક્સક્લૂઝિવ લીડરશિપમાં ઘણા ખેલાડીઓ પોતાને અંડરવેલ્યુડ અથવા પોતાને ઓછા આંકતા હતા, એવું અનુભવી શકે છે, જ્યારે ઇન્ક્લૂસિવ લીડરશિપમાં ખેલાડીઓ વધુ સુરક્ષિત અનુભવે છે. યુવરાજને કેવી રીતે કોહલીએ સાઇડલાઇન કર્યો, ઉથપ્પાએ આરોપ લગાવ્યો હતો
એે જ ઇન્ટરવ્યૂમાં ત્યારે ઉથપ્પાએ યુવરાજ સિંહનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેણે ન માત્ર બે વર્લ્ડ કપ (2007 T20 વર્લ્ડ કપ, 2011 વન-ડે વર્લ્ડ કપ) જીત્યા, પરંતુ કેન્સર જેવી બીમારીને પણ હરાવી, તેથી તેઓ એક ખાસ અપવાદના હકદાર હતા. ઉથપ્પાએ ત્યારે કહ્યું હતું કે કોહલી કેપ્ટન હતા, યુવરાજ કમબેક કરી ટીમમાં આવ્યા હતા, તેમના ફેફસાની ક્ષમતા ઓછી થઈ ગઈ હતી. ખુદ કોહલી તેમની સાથે એ સમયગાળામાં હતા, જ્યારે તેઓ કેન્સરની લડાઈ લડી રહ્યા હતા. (ઇન્ટરવ્યૂની વચ્ચે એ પણ કહ્યું કે આ વાત તેમને કોઈએ કહી નથી, પરંતુ આ તમામ બાબતો પર તેમણે નજર રાખી હતી). રોબિને આગળ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘યુવરાજે ફિટનેસ ટેસ્ટ માટે પોતાના લેવલમાં માત્ર 2 પોઇન્ટની છૂટ માગી હતી, પરંતુ એ પણ આપવામાં આવી નહોતી. ઉથપ્પાનું માનવું છે કે ક્રિકેટ ફિટનેસ, બેટિંગ ફિટનેસ અને મેચ ફિટનેસ અલગ-અલગ વસ્તુઓ છે અને માત્ર ફિટનેસ ટેસ્ટ ક્રિકેટિંગ વેલ્યુ નક્કી ન કરી શકે.’ ઉથપ્પાએ ત્યારે એ ટેસ્ટને (યો-યો ટેસ્ટ નામ ન લીધું) ઓવરરેટેડ ગણાવ્યો હતો. ઉથપ્પાએ ત્યારે એ પણ જણાવ્યું કે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા અને ટીમમાં પરત ફરવા છતાં યુવરાજને એક ખરાબ ટુર્નામેન્ટ પછી ફરી બહાર કરી દેવામાં આવ્યો અને બાદમાં વિરાટના લીડરશિપ ગ્રુપે તેમને ફરીથી તક આપી નહીં. એટલે કે રોબિન ઉથપ્પાએ જે કંઈ એ સમયે કહ્યું હતું અને હવે જે યુવરાજ સિંહે સાનિયા મિર્ઝાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈ મજબૂત કનેક્શન તો છે જ, અને તેની કડીઓ જો જોડવામાં આવે તો કોહલી પર સવાલો તો ઊઠે જ છે, કારણ કે ત્યારે કેપ્ટન તે જ હતો. તેના સમયગાળામાં 2019માં વર્લ્ડ કપ દરમિયાન યુવરાજ સિંહે નિવૃત્તિ લીધી હતી. 2017માં ભારતના શ્રીલંકા પ્રવાસના ઠીક પહેલાં તત્કાલીન સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ શંકર બસુએ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં યો-યો ઇન્ટરમિટન્ટ રિકવરી ટેસ્ટ લાગુ કર્યો હતો. પ્લેયર્સના ફિટનેસ, સ્ટેમિના અને સ્પીડના સ્તરને સુધારવા માટે લાવવામાં આવેલો આ ટેસ્ટ એ સમયના કેપ્ટન વિરાટ કોહલીના સપોર્ટથી ટીમમાં લાગુ થયો હતો અને આ એ જ સમય હતો જ્યારે યુવરાજ પોતાની કારકિર્દીના અંતિમ પડાવમાં હતો. ‘મને માન નહોતું મળતું, માહોલ ખરાબ હતો’
ક્રિકેટર યુવરાજ સિંહે જૂન 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથેના એક પોડકાસ્ટમાં યુવરાજે કહ્યું હતું કે ‘હું મારી રમતનો આનંદ માણી શકતો ન હતો. જ્યારે મજા જ નહોતી આવતી, ત્યારે મેં મારી જાતને સવાલ કરવાનું શરૂ કર્યું કે આખરે હું ક્રિકેટ શા માટે રમી રહ્યો છું. સપોર્ટ અને સન્માનની કમી અનુભવાઈ રહી હતી.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
Source link