રબારી સમાજે લગ્ન ખર્ચ ઘટાડવા નિર્ણય – Rabari community decides to reduce wedding expenses |


Rabari community decides to reduce wedding expensesRabari community decides to reduce wedding expenses

મામેરાની રકમને પણ નિયંત્રિત કરવામાં આવી છે. હવે મામેરું રૂપિયા 51,000 થી 2,51,000 સુધી જ કરી શકાશે, તેથી વધુ નહીં. મામા તરફથી રોકડ રૂપિયા 25,000 થી 51,000 જ આપવાની મર્યાદા નક્કી કરાઈ છે. સામે ઓઢામણી લેવી કે આપવી નહીં, તેમજ કાપડની ઓઢામણીની પ્રથા બંધ કરવામાં આવી છે. સગપણ પ્રસંગે ફક્ત રૂપિયા 1 અને શ્રીફળ આપવાનો નિયમ બનાવાયો છે, દાગીના લઈ જવાની મનાઈ છે. સમાજે વસ્ત્ર પરંપરામાં પણ સુધારો લાવ્યો છે. ચૂડો ગળી વગરનો પહેરવાનો રહેશે અને પ્રસંગોમાં ચૂડો પહેરીને જ આવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે. તોરણ પુખવામાં ઊંટની છૂટ આપવામાં આવી છે, પરંતુ તોરણ ઉપર કાપડ લટકાવવું નહીં. સમાજ સિવાય અન્ય વ્યક્તિઓને જાનમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *