રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ પોલીસમાં અરજી, વળતા જવાબમાં ફરિયાદી વિરુદ્ધ 10 કરોડનો દાવો કર્યો -Application filed with police against Rajkot district BJP president, in response, a claim of Rs 10 crore was made against the complainant | રાજકોટ
Last Updated:
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે મહેશ હિરપરાએ 4 કરોડ 28 લાખના રોકાણ મામલે પોલીસ કમિશનરને અરજી કરી. અલ્પેશ ઢોલરીયાએ આરોપો નકારી 10 કરોડનો માનહાનિ દાવો કર્યો.
રાજકોટ: શહેરના જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે મહેશ હિરપરા નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી છે. આ અરજીમાં દાવો કરાયો છે કે 4 કરોડ 28 લાખ 46 હજાર રોકાણ માટે આપ્યા હતા. મુંબઈમાં દર્પણ બારસિયા દ્વારા સંદિપ સેખલીયાને રકમ આપી દેવાની વાત કરવામાં આવી હતી. સંદિપે દર્પણને રકમ મળી જવાની જાણ કરી હતી. આ અરજીમાં દર્પણ બારસિયા, પરેશ ડોબરીયા, ગૌતમ બારસિયા, સંદિપ સેખલીયા અને અલ્પેશ ઢોલરીયા સહિત 5 વ્યક્તિઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે.
મહેશ હિરપરાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે હરિ પટેલે માર્ચ મહિનામાં ફોરેનમાં રોકાણ કરવાની વાત કરી હતી. પેમેન્ટ દર્પણ બારસિયા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે પછી વારંવાર ખોટી વાતો કરીને પૈસા પરત આપવામાં નહીં આવ્યા. 4 કરોડ 28 લાખ 46 હજારનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા સાથે મિટિંગ દરમિયાન દર્પણે મારામારી કરી અને અલ્પેશ ઢોલરીયા સાથે હોવાથી પૈસા પાછા ન આપવાની ધમકી આપી હતી. અલ્પેશ ઢોલરીયાએ મિટિંગ દરમિયાન કહ્યું હતું કે અમુક રકમ પાર્ટીમાં અપાઈ ગઈ છે, તેથી પૂરું પેમેન્ટ નહીં મળે.
અલ્પેશ ઢોલરીયાનો વિરોધ આક્ષેપો અંગે અલ્પેશ ઢોલરીયાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું ફરિયાદીને ઓળખતો પણ નથી. રાજકોટ ભાજપ કાર્યાલયે વડતાલના સ્વામીના કહ્યાથી મળ્યા હતા.” તેમણે દર્પણ બારસિયાનો સંપર્ક કર્યાની વાત કરી અને જણાવ્યું કે દર્પણ બારસિયાએ મહેશ પાસેથી બે કરોડ લેવા હોવાની વાત કરી હતી. અલ્પેશ ઢોલરીયાએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. વધુમાં અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, “આ કાવતરું છે જેમાં મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં મહેશ હિરપરા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે અને રૂ. 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.” તેમણે સ્વામીને મિટિંગના કોઈ ઉકેલ ન આવ્યાની માહિતી આપી હતી અને તેમના બ્રેઇન મેપિંગ અને લાઇવ ડિટેક્ટિવ ટેસ્ટની માંગ પણ કરી હતી.
November 23, 2025 8:50 PM IST
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ 4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ, વળતા જવાબમાં ફરિયાદી વિરુદ્ધ 10 કરોડનો દાવો કર્યો
