રાજકોટ મહાનગર પાલીકા દ્વારા પાણીના નમુલા લેવાયા – Water Samples Taken by Rajkot Municipal Corporation | રાજકોટ


Last Updated:

ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી બાળકો બીમાર પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાવી છે. આ ઘટનાથી પાઠ લઈ રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં જળજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ 18 વોર્ડમાં સુપર ક્લોરિનેશનની વિશેષ ડ્રાઈવ સાથે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના 212 કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

+

પાણીના

પાણીના નમુલા લેવાયા

રાજકોટ: ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે બાળકો બીમાર પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યના તંત્રને ચેતવણી આપી છે. આ ઘટનાના પગલે રાજકોટ મહાનગરપાલિકા પણ કોઈ જોખમ ન રહે તે માટે એક્શનમાં આવી ગઈ છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ સાથે સુપર ક્લોરિનેશનની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાજકોટના કોઠારીયા વિસ્તાર સહિત શહેરના તમામ 18 વોર્ડમાં આરોગ્ય વિભાગની ટીમો મેદાનમાં ઉતરી છે. વિવિધ સોસાયટીઓ, ગીચ વસતીવાળા વિસ્તારો અને પાણી પુરવઠાના પોઈન્ટ પર જઈને પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે. ગાંધીનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તંત્ર કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી.

મહત્વની વાત એ છે કે, રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના 212 કેસ અને કમળાના 2 કેસ નોંધાયા છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને તંત્ર વધુ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક તપાસમાં પાણીમાં ક્લોરિનની માત્રા યોગ્ય છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટ મનપાના ડેપ્યુટી MOH ડો. આશિષ કોડિયાતરએ જણાવ્યું કે પીવાના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ 0.2 થી 0.5 PPM હોવું જરૂરી છે. આ પ્રમાણ યોગ્ય હોય તો પાણી પીવાલાયક અને જીવાણુ રહિત ગણાય છે. જો કોઈ વિસ્તારમાં ક્લોરિનનું પ્રમાણ 0.2 PPM કરતાં ઓછું જણાય, તો તાત્કાલિક તે વિસ્તારના ફિલ્ટર પ્લાન્ટને જાણ કરી ક્લોરિનનું પ્રમાણ વધારવામાં આવે છે. આ રીતે પાણીમાં રહેલા હાનિકારક જીવાણુઓને નષ્ટ કરી શકાય છે.

ડ્રાઈવ દરમિયાન જ્યાં ક્લોરિનની હાજરી નબળી કે શંકાસ્પદ જણાય છે, ત્યાંથી બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લેવામાં આવે છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે પીડીયુ સિવિલ હોસ્પિટલ અને રૂડા લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. લેબોરેટરી રિપોર્ટના આધારે પાણીમાં કોઈ હાનિકારક બેક્ટેરિયા છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. જો રિપોર્ટમાં ખામી જણાય, તો તે વિસ્તારમાં તાત્કાલિક સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે. આજે રાજકોટ શહેરમાં કુલ 350થી 400 જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો જરૂરી સાધનો અને ટેસ્ટ કીટ સાથે દરેક વોર્ડમાં સક્રિય રીતે કામગીરી કરી રહી છે. ખાસ કરીને કોઠારીયા જેવા વિસ્તારોમાં, જ્યાં પાણી અને ગટર લાઈનો નજીક હોવાના કારણે દૂષિત પાણીની શક્યતા વધુ રહે છે, ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતથી 100 કિમી દૂર છુપાયેલું છે સ્વર્ગ, આમલી ડેમ બન્યો વીકએન્ડ માટે ફેવરિટ

મહાનગરપાલિકાની આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખવાનો છે. ગાંધીનગરની ઘટના બાદ રાજકોટ તંત્રએ પહેલ કરી દેતાં શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, પીવાનું પાણી ઉકાળીને ઉપયોગમાં લે, ઘરની પાણીની ટાંકી નિયમિત સાફ રાખે અને કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લે. ગાંધીનગરની ઘટના એક ચેતવણી બનીને સામે આવી છે અને તેમાંથી પાઠ શીખીને રાજકોટમાં લેવામાં આવી રહેલી આ તકેદારી નાગરિકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *