રાજકોટ માર્કેટિંગ યાર્ડનું ભાવ લિસ્ટ – Rajkot Marketing Yard Price List | રાજકોટ


Last Updated:

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે આજ રોજ કૃષિ ઉપજની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. અંદાજે 1250થી વધુ વાહનો માર્કેટયાર્ડમાં પ્રવેશ કરતા સમગ્ર યાર્ડમાં ચહલપહલ અને વ્યસ્તતાનો માહોલ જોવા મળ્યો હતો. કપાસ, મગફળી, તુવેર, ઘઉં, ચણા, મગ, લસણ, તલ અને જીરાં સહિત વિવિધ પાકોની મોટી માત્રામાં આવક થતા ખેડૂતો અને વેપારીઓ માટે આજનો દિવસ ખાસ મહત્વનો રહ્યો હતો.

+

રાજકોટ

રાજકોટ માર્કેટિંગ યાર્ડનું ભાવ લિસ્ટ

રાજકોટ: રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે આજ રોજ કૃષિ ઉપજની નોંધપાત્ર આવક જોવા મળી હતી. આજના દિવસે અંદાજે 1250થી વધુ વાહનો માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, અડદ, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાડા, સફેદ તલ, કાળા તલ અને જીરું જેવી વિવિધ કૃષિ જથ્થાની આવક નોંધાઈ હતી. ખેડૂતો અને વેપારીઓ માટે આજનો દિવસ ખાસ વ્યસ્ત રહ્યો હતો, કારણ કે મોટા પ્રમાણમાં માલ ઉતરતા માર્કેટયાર્ડમાં ચહલપહલનો માહોલ જોવા મળ્યો હતો.

આંકડાકીય રીતે જોવામાં આવે તો કપાસની આવક અંદાજે 7500 મણ નોંધાઈ હતી. મગફળીની આવક 10,000 મણ રહી હતી, જેમાં અંદાજે 10,000 ગુણીનો સમાવેશ થાય છે. સોયાબીન 1000 મણ, તુવેર 24000 મણ અને અડદ 600 મણ આવ્યાં હતા. ઘઉંની આવક 22000 મણ નોંધાઈ હતી. જ્યારે ચણાની આવક 22000 મણ સુધી પહોંચી હતી. મગ 500 મણ અને લસણ 2200 મણ આવ્યાં હતા. સિંગફાડાની આવક 3500 મણ નોંધાઈ હતી. તે ઉપરાંત સફેદ તલ 2800 મણ, જીરું 11000 મણ અને કાળા તલ 500 મણ માર્કેટયાર્ડમાં આવ્યાં હતા.

ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1390થી 1590 રૂપિયા, જાડી મગફળીનો ભાવ 1250થી 1535 રૂપિયા, ઝીણી મગફળીનો ભાવ 1200થી 1553 રૂપિયા, સોયાબીનનો ભાવ 800થી 1002 રૂપિયા, તુવેરનો ભાવ 1450થી 1631 રૂપિયા, અડદનો ભાવ 840થી 1620 રૂપિયા, ઘઉંનો ભાવ 477થી 526 રૂપિયા, મગનો ભાવ 850થી 1747 રૂપિયા, લસણનો ભાવ 900થી 1400 રૂપિયા, સિંગફાડાનો ભાવ 1050થી 1600 રૂપિયા, કાળા તલનો ભાવ 2400થી 4300 રૂપિયા, સફેદ તલનો ભાવ 1400થી 2000 રૂપિયા, જીરુંનો ભાવ 3750થી 4469 રૂપિયા એક મણનો મળ્યો હતો.

આ પણ વાંચો: અહીં મળે છે હોટલ જેવું ફર્નિચર, તે પણ અડધા ભાવમાં, લોકો દૂર દૂરથી આવે છે ખરીદી કરવા

ઉપરોક્ત તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ અપાયો હતો અને સુવ્યવસ્થિત રીતે ઉતરાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરઓ અને સ્ટાફની દેખરેખ હેઠળ સમગ્ર વ્યવસ્થા સંચાલિત કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને કોઈ મુશ્કેલી વિના પોતાની ઉપજ ઉતારવાની સુવિધા મળી હતી. જણસીની આવક સાથે સાથે ભાવની બાબતમાં પણ ખેડૂતોને રાહત મળી હતી. વિવિધ પાકોના ભાવ સંતોષજનક રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *