વકફ મિલકતના સોદામાં પારદર્શિતા માટે સરકારે કડક ચકાસણી પ્રક્રિયા અમલમાં મૂકી – Government implements strict verification process for transparency in Waqf property transactions | ગાંધીનગર


Last Updated:

રાજ્ય સરકારે વકફ બોર્ડની મિલકતોના સોદામાં પારદર્શિતા માટે સબ રજીસ્ટ્રારે વકફ બોર્ડના હુકમની કડક ચકાસણી ફરજીયાત કરી, ભૂતકાળમાં બોગસ હુકમોથી સોદા થયા હતા, નવા નિર્ણયથી બોગસ સોદા અટકાવશે.

વકફ બોર્ડની મિલકતો પર રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
વકફ બોર્ડની મિલકતો પર રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર :  રાજ્ય સરકારે વકફ બોર્ડની મિલકતોને લઈને એક મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય કર્યો છે. વકફની મિલકતના ભાડાપટ્ટા કે વેચાણના દસ્તાવેજોની નોંધણી દરમિયાન હવે સબ રજિસ્ટ્રારે વકફ બોર્ડના હુકમની ચકાસણી કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય એવા અનેક કિસ્સાઓના પગલે લેવાયો છે જેમાં વકફ બોર્ડના નામે બનાવટી કે બોગસ હુકમો રજૂ કરી મિલકતોના ભાડાપટ્ટા કે વેચાણના સોદા કરાયા હતા.

નોંધણી સર નિરીક્ષક કચેરીએ તમામ સબ રજિસ્ટ્રારોને આ અંગે નવો સર્ક્યુલર મોકલ્યો છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ દસ્તાવેજ જેમાં વકફ મિલકતનો ભાડાપટ્ટો, વેચાણ કે અન્ય પ્રકારની લીઝનો ઉલ્લેખ હોય, તે દસ્તાવેજની નોંધણી કરતા પહેલાં વકફ બોર્ડની મંજૂરી અને હુકમ કાયદેસર છે કે નહીં તેની ચકાસણી કરાવવી જરૂરી રહેશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં વકફ બોર્ડના નામે બનાવટ હુકમ રજૂ કરીને મિલકતો ભાડે આપવી કે વેચી દેવાના ગુનાહિત કિસ્સાઓ બહાર આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં તો સબ રજિસ્ટ્રારોએ પણ એ પ્રકારના દસ્તાવેજોની નોંધણી કરી દીધી હતી, જેના કારણે કાયદેસર વિવાદો ઊભા થયા હતા. તેવો દુરુપયોગ અટકાવવા માટે હવે સબ રજિસ્ટ્રારોને ગાંધીનગર સ્થિત વકફ બોર્ડની કચેરીને દસ્તાવેજની નકલ મોકલી ચકાસણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે.

તપાસ પ્રક્રિયા અનુસાર, જો વકફ બોર્ડ દ્વારા ભાડાપટ્ટા માટે આપેલો હુકમ સાચો, કાયદેસર અને સત્તાધિકૃત છે, ત્યારે જ તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે. જો શંકાસ્પદ દસ્તાવેજ રજૂ થાય, તો તેની ચકાસણી થયા વગર નોંધણી ન કરી શકાય.

આ નિર્ણય ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્ત્વનો છે જ્યાં વકફ બોર્ડની મિલકતોનું મોટું પ્રમાણ છે અને ભાડાપટ્ટા કે વેચાણને લઈને વારંવાર વિવાદો ઊભા થાય છે. હવે દરેક દસ્તાવેજ માટે સબ રજિસ્ટ્રાર અને વકફ બોર્ડ વચ્ચેની સીધી ચકાસણી વ્યવસ્થા કાનૂની દ્રષ્ટિએ વધુ સુરક્ષિત ગણાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *